✕

લીઅનલ મેસીની ઇવેન્ટમાં ખરાબ અનુભવનો સામનો કરનારા લોકોને ભારત-ઉરુગ્વે મૅચની મફત ટિકિટ મળશે

05 October, 2026 02:31 PM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

પશ્ચિમ બંગાળ સરકાર એક વૉટ્સઍપ નંબર જાહેર કરશે

શનિવારે ભારત અને બ્રાઝિલની મૅચ દરમ્યાન બન્ને ફુટબૉલ અસોસિએશનના અધિકારીઓ સાથે સુવેન્દુ અધિકારી.

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીએ ગયા વર્ષે કલકત્તામાં લીઅનલ મેસીની ઇવેન્ટમાં ખરાબ અનુભવનો સામનો કરનારા લોકો માટે મોટી જાહેરાત કરી છે. શનિવારે બ્રાઝિલ સામેની મૅચ જોયા પછી સુવેન્દુ અધિકારીએ કહ્યું હતું કે ‘એ ઇવેન્ટમાં અવ્યવસ્થાનો અનુભવ કરનાર એ લોકોને ૬ ઑક્ટોબરે યોજાનારી ભારત-ઉરુગ્વે ઇન્ટરનૅશનલ મૅચ માટે મફત ટિકિટ આપવામાં આવશે. પશ્ચિમ બંગાળ સરકાર એક વૉટ્સઍપ નંબર જાહેર કરશે જેનાથી તેઓ ઉરુગ્વે મૅચ માટે તેમની મફત ટિકિટ મેળવી શકશે.’

શનિવારે સૉલ્ટ લેક સ્ટેડિયમમાં રમાયેલી ભારત-બ્રાઝિલ મૅચની ટિકિટના મોંઘા ભાવને કારણે ઓછા ફૅન્સ જોવા મળ્યા હતા. સ્ટેડિયમની ૮૫,૦૦૦ની ક્ષમતા કરતાં ઘણા ઓછા ૫૧,૦૦૦ જેટલા ફૅન્સે હાજરી આપી હતી. 

football lionel messi west bengal kolkata india brazil uruguay sports sports news suvendu adhikari