દિલ્હીમાં ટીમ ઇન્ડિયા કિટનું અનાવરણ કરીને કૉમનવેલ્થ ગેમ્સની ટીમને સેન્ડ-ઑફ અપાયું

08 July, 2026 11:05 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સ્કૉટલૅન્ડના ગ્લાસગોમાં આગામી ૨૩ જુલાઈથી બે ઑગસ્ટ વચ્ચે કૉમનવેલ્થ ગેમ્સ રમાશે

રમતગમત ​મિનિસ્ટર મનસુખ માંડવિયા, ભારતીય ઑલિમ્પિક્સ અસોસિએશનનાં પ્રમુખ પી.ટી. ઉષા અને કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ સેરેમનીમાં હાજર રહ્યાં હતાં

સ્કૉટલૅન્ડના ગ્લાસગોમાં આગામી ૨૩ જુલાઈથી બે ઑગસ્ટ વચ્ચે કૉમનવેલ્થ ગેમ્સ રમાશે. આ ટુર્નામેન્ટ માટેની પ્લેયર્સ અને કોચની સ્પર્ધાત્મક ​કિટના અનાવરણની સાથે સેન્ડ-ઑફ સેરેમની દિલ્હીમાં યોજાઈ હતી.

રમતગમત ​મિનિસ્ટર મનસુખ માંડવિયા, ભારતીય ઑલિમ્પિક્સ અસોસિએશનનાં પ્રમુખ પી.ટી. ઉષા અને કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ સેરેમનીમાં હાજર રહ્યાં હતાં. ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સ 2026ની ૧૦ રમતો માટે ભારતના ૧૨૪ ખેલાડીઓ સિલેક્ટ થયા છે.

commonwealth games india new delhi scotland glasgow sports sports news