ભારત પહેલી વાર રમશે અન્ડર-૧૭ વિમેન્સ વર્લ્ડ કપ : ૧૧મીથી ભારતમાં આરંભ

06 October, 2022 11:38 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૧૧ ઑક્ટોબરે ભારતની પ્રથમ મૅચ અમેરિકા સામે છે

ફિફા અંડર 17 મહિલા વર્લ્ડ કપ ટીમ

મંગળવાર, ૧૧ ઑક્ટોબરે ભુવનેશ્વરમાં ફિફા અન્ડર-૧૭ વિમેન્સ વર્લ્ડ કપ શરૂ થશે અને ભારતે ગઈ કાલે ત્રણ ગોલકીપર સહિત કુલ ૨૦ ખેલાડીઓની ટીમ જાહેર કરી હતી. ઍસ્ટમ ઑરાઓ કૅપ્ટન અને થૉમસ ડેનર્બી હેડ-કોચ છે. ભારતના ગ્રુપ ‘એ’માં અમેરિકા, મોરોક્કો અને બ્રાઝિલ પણ છે. ૧૧ ઑક્ટોબરે ભારતની પ્રથમ મૅચ અમેરિકા સામે છે. અન્ડર-૧૭ ટીનેજ ફુટબૉલર્સ માટેનો વર્લ્ડ કપ ૨૦૦૮થી દર બે વર્ષે રમાય છે, પરંતુ ભારત ક્યારેય કોઈ સીઝન માટે ક્વૉલિફાય નથી થયું. ભારતનો આ પહેલો જ અન્ડર-૧૭ વિમેન્સ વર્લ્ડ કપ છે.

sports sports news football