28 August, 2026 10:45 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
બે વખતનું વર્લ્ડ ચૅમ્પિયન ઉરુગ્વે પણ ભારતમાં ફુટબૉલ રમવા આવશે
ભારતીય મેન્સ નૅશનલ ટીમ કલકત્તામાં વધુ એક મોટી વૈશ્વિક ફુટબૉલ ટીમની યજમાની માટે તૈયાર છે. બે વખતનું વર્લ્ડ કપ ચૅમ્પિયન ઉરુગ્વે ૬ ઑક્ટોબરે વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગન ખાતે ભારત સામે ઇન્ટરનૅશનલ ફ્રેન્ડ્લી મૅચ રમશે. વર્લ્ડ રૅન્કિંગમાં હાલમાં ઉરુગ્વે વીસમા સ્થાને છે.
આ વિન્ડો દરમ્યાન ભારતની આ ત્રીજી હાઈ-પ્રોફાઇલ ઇન્ટરનૅશનલ ફ્રેન્ડ્લી મૅચ હશે. આ પહેલાં ૨૬ સપ્ટેમ્બરે બૅન્ગલોરમાં પનામા સામે અને ૩ ઑક્ટોબરે કલકત્તામાં પાંચ વખતના વિશ્વ ચૅમ્પિયન બ્રાઝિલ સામે મૅચ યોજાવાની છે.