પાકિસ્તાનને ૧૯-૦થી કચડીને ભારતીય મહિલા ટીમની હૉકી જુનિયર એશિયા કપની સેમી-ફાઇનલમાં એન્ટ્રી

11 September, 2026 07:34 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

મહિલા હૉકી જુનિયર એશિયા કપ ૨૦૨૬ની ક્વૉર્ટર ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને ૧૯-૦થી હરાવી સેમી-ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી. ભારતે અત્યાર સુધી પાંચ મૅચમાં ૪૧ ગોલ કર્યા છે.

ભારતીય મહિલા જુનિયર હૉકી ટીમ

ચીનમાં આયોજિત મહિલા હૉકી જુનિયર એશિયા કપ 2026ની ક્વૉર્ટર ફાઇનલમાં પાકિસ્તાનને ૧૯-૦થી જબરદસ્ત હાર આપીને ભારતે સેમી-ફાઇનલમાં એન્ટ્રી કરી છે. આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી રમાયેલી પાંચ મૅચોમાં ભારતે કુલ ૪૧ ગોલ કર્યા છે. ભારતની મહિલા ટીમે સાઉથ કોરિયા સામે ૪-૧, મલેશિયા સામે ૧૧-૧, જપાન સામે ૭-૦થી જીત નોંધાવી હતી. ચીન સામેની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ ૦-૦થી ડ્રૉ રહી હતી. 
૧૨ સપ્ટેમ્બરે મહિલા હૉકી જુનિયર એશિયા કપ 2026ની એક સેમી-ફાઇનલ યજમાન ચીન અને જપાન વચ્ચે રમાશે. બીજી સેમી-ફાઇનલમાં ભારત સામે સાઉથ આફ્રિકા અથવા મલેશિયાની ટીમની ટક્કર થશે. 

hockey indian womens hockey team china beijing sports news sports