22 August, 2025 06:58 AM IST | Bhutan | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે ભુતાનમાં શરૂ થયેલી ફુટબૉલ ટુર્નામેન્ટ સાઉથ એશિયન ફુટબૉલ ફેડરેશન (SAFF) અન્ડર-17 વિમેન્સ ચૅમ્પિયનશિપમાં ભારતે નેપાલને ૭-૦થી હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. ભારત તરફથી ત્રણ ખેલાડીઓએ બે-બે અને કૅપ્ટને એક ગોલ કર્યા હતા. ભારતીય ટીમે હાફ-ટાઇમ સુધીમાં ૫-૦થી લીડ લઈને જીત પાકી કરી નાખી હતી. ભારતીય ટીમ હવે ગુરુવારે બંગલાદેશ સામે ટકરાશે.