24 September, 2026 03:47 PM IST | Mohali | Gujarati Mid-day Correspondent
યાસ્તિકા ભાટિયા
ભારત અને ઑસ્ટ્રેલિયાની વિમેન્સ A ટીમો વચ્ચે ૨૯ સપ્ટેમ્બરથી શરૂ થનારી એકમાત્ર રેડ-બોલ મૅચ ધરમશાલાથી મોહાલી ખસેડવામાં આવી છે. વરસાદને કારણે ધરમશાલાના રમણીય સ્ટેડિયમના આઉટફીલ્ડને નુકસાન થયું હોવાથી આ નિર્ણય લેવાયો છે.
ત્રણ T20 અને ત્રણ વન-ડે સિરીઝ પહેલાંથી જ મોહાલીના નવા અને જૂના સ્ટેડિયમમાં રમાવાની હતી. T20 સિરીઝમાં ઑસ્ટ્રેલિયાની ટીમે ક્લીન સ્વીપ કરી હતી.
ગઈ કાલે ભારત A ટીમ સામે બીજી વન-ડે મૅચમાં બે વિકેટની જીત સાથે ઑસ્ટ્રેલિયાએ સિરીઝ ૧-૧થી લેવલ કરી હતી. બરોડાની યાસ્તિકા ભાટિયાએ ૮૪ બૉલમાં ૧૬ ફોર, બે સિક્સની મદદથી ૧૧૨ રન કરીને ટીમનો સ્કોર ૩૩૮/૬ સુધી પહોંચાડ્યો હતો. ઑસ્ટ્રેલિયાએ ત્રણ ફિફ્ટીની મદદથી ૪૯.૩ ઓવરમાં ૩૪૧/૮નો સ્કોર કરીને ૩૩૯ રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી લીધો હતો. અંતિમ મૅચ પચીસ સપ્ટેમ્બરે રમાશે.