હર્ષ સંઘવીએ ગ્લાસગોમાં અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

31 July, 2026 10:50 AM IST  |  Glasgow | Gujarati Mid-day Correspondent

સ્કૉટલૅન્ડના ગ્લાસગોમાં ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સ 2026 દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું અને ગરબા દ્વારા ગુજરાતની સંસ્કૃતિનું વૈશ્વિક સ્તરે પ્રદર્શન કર્યું.

ગ્લાસગોમાં દેખાઈ ગુજરાતના સાંસ્કૃતિક વારસાની ઝલક.

ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ હાલમાં સ્કૉટલૅન્ડના ગ્લાસગોમાં ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સ 2026ની રસાકસી વચ્ચે અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ પહેલનો ઉદ્દેશ્ય અમદાવાદના રમતગમત માળખા, સંસ્કૃતિ અને 2030ની કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટેની તૈયારીઓને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો છે.લૉન્ચ-ઇવેન્ટ દરમ્યાન હર્ષ સંઘવી બ્રિટિશ કાઉન્સિલ, સ્કૉટલૅન્ડ અને કૉમનવેલ્થ ગેમ્સના અધિકારીઓ સાથે ગરબા પણ રમ્યા હતા જેનાથી ઇન્ટરનૅશનલ દર્શકોને ગુજરાતના સાંસ્કૃતિક વારસાની ઝલક મળી હતી. ઇન્ડિયન ઑલિમ્પિક્સ કાઉન્સિલનાં પ્રેસિડન્ટ પી.ટી. ઉષા પણ હાજર હતાં. 

sports news sports glasgow ahmedabad harsh sanghavi