ગુજરાત અને મહારાષ્ટ્રની ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી

21 October, 2019 08:10 PM IST  |  Surat

ગુજરાત અને મહારાષ્ટ્રની ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી

ગુજરાતીની રાષ્ટ્રીય જુનિયર ખો-ખો ટીમ

Surat : સુરતની એસ.એમ.સી સ્કૂલમાં ચાલી રહેલી ખો ખો ટુર્નામેન્ટના ત્રીજા દિવસે મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ અને દિલ્હીની ટીમે આક્રમક મેચ રમી હતી. જેમાં ગુજરાતની ટીમે બેસ્ટ પર્ફોમન્સ આપીને ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી લઈ લીધી છે. ગુજરાત અને હરિયાણાની ટીમ વચ્ચે યોજાયેલી મેચમાં ગુજરાતની ટીમનો આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. આ ટક્કરમાં ગુજરાતની ટીમ 4 પોઈન્ટથી જીતી હતી. મેચની દરેક ઇનિંગ્સમાં ઓલરાઉન્ડર મનિષે મહત્વના બે પોઈન્ટસ બચાવ્યા હતા. બીજી તરફ ખેલાડીઓએ દમદાર ડિફેન્ડિગ કરીને હરીફ ટીમને બરોબરની ટક્કર આપી હતી.

રનિંગ ટેકનિકે હંફાવી દીધા હતા. યજમાન ટીમે 21-17ના પોઈન્ટથી મેચ જીતવા માટે બાઉન્ડ્રી લાઈનથી હરીફ ખેલાડીઓનો પીછો કર્યો હતો. બીજી તરફ ત્રીજા દિવસે તામિલનાડુ અને દિલ્હીના યુવકો વચ્ચે રમાયેલી મેચ સૌથી રોમાંચક રહી હતી. જેમાં માત્ર સિંગલ પોઈન્ટથી દિલ્હીએ મેચ પર વિજય મેળવ્યો હતો. શરૂઆત તામિલનાડુંએ કરી હતી પણ મેચની પૂર્ણાહુતી દિલ્હીએ કરી હતી. વિજેતા ટીમ હરીફ ટીમના 10 ખેલાડીઓને ઓફ કરવામાં સફળ રહી હતી. પ્રથમ ઈનિંગ્સમાં જ દિલ્હીએ મેચ પર કંટ્રોલ મેળવી લીધો હતો. જ્યારે તામિલનાડએ માત્ર 4 પોઈન્ટથી જ સંતોષ માનવો પડ્યો હતો. બીજી વખત તામિલનાડુંના ખેલાડીઓએ દમદાર કમબેક કર્યું હતું. બીજી ઈનિંગ્સમાં તેઓ 7 પોઈન્ટસ બચાવવામાં સફળ રહ્યા હતા. ત્રીજા રાઉન્ડમાં મેચનો મુખ્ય ટર્નિગ પોઈન્ટ રહ્યો હતો.

આક્રમણથી દિલ્હીની ટીમ પર ખાસ કોઈ એવું પ્રેશર ઊભું થયું ન હતું. દિલ્હીની ટીમના દરેક ખેલાડીઓ ફ્રી માઈન્ડથી ગેમને ટક્કર આપી રહ્યા હતા. અંતિર રાઉન્ડમાં 2 પોઈન્ટની જરૂર હતી ત્યારે માત્ર સાડા સાત મિનિટમાં સમગ્ર મેચ જીતી લીધી હતી. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની મેચમાં મહારાષ્ટ્ર માટે થોડી રાહત રહી હતી. મેચ સિંગલ સાઈડ થઈ જતા યુવકોએ 15 પોઈન્ટસ અને ઈનિંગ્સ સાથે આઠમા રાઉન્ડમાં પોતાનું સ્થાન કાયમ કરી લીધુ હતુ.

આ પણ જુઓ : 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

સૌરભ આહિર મહારાષ્ટ્રની ટીમ માટે બેસ્ટ ડીફેન્ડર સાબિત થયો હતો. ત્રણ મિનિટમાં ઝીકઝેક સ્પ્રિન્ટ રનિંગ પર્ફોમન્સથી મહારાષ્ટ્રની જીત પાક્કી કરી દીધી હતી. કર્ણાટકની ટીમે ઓડિશાની ટીમ સામે મેચ જીતીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. કેરળ, કોલ્હાપુર અને તેલંગણાની મેચ પર ખૂબ રોમાંચક રહી હતી. આ ટીમ પણ ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ છે.

sports news surat