એશિયન ગોલ્ડ વિજેતા ફુટબૉલ ટીમના ખેલાડી ફ્રાન્કોનું થયું અવસાન

11 May, 2021 03:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૬૨ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ફુટબૉલ ટીમના ખેલાડી ફોરચુનાટો ફ્રાન્કોનું ગઈ કાલે ગોવામાં નિધન થયું હતું.

ફોરચુનાટો ફ્રાન્કો

૧૯૬૨ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ફુટબૉલ ટીમના ખેલાડી ફોરચુનાટો ફ્રાન્કોનું ગઈ કાલે ગોવામાં નિધન થયું હતું. ૮૪ વર્ષના ફ્રાન્કો ૧૯૬૦થી ૧૯૬૪ દરમ્યાન ભારતીય ફુટબૉલ ટીમના સભ્ય હતા. રોમ ઑલિ​મ્પિક્સ રમવા ગયેલી ભારતીય ટીમના તેઓ મેમ્બર હતા, પરંતુ તેમને મૅચ રમવાની તક મળી નહોતી. જકાર્તામાં રમાયેલી એશિયન ગેમ્સમાં તેઓ ટીમના મહત્ત્વના સભ્ય હતા. ૧૯૬૨માં રમાયેલા એશિયન કપમાં ભારત રનર્સઅપ રહ્યું હતું. ઘૂંટણમાં થયેલી ઈજાને કારણે તેમની કરીઅર બહુ વહેલી પૂરી થઈ ગઈ હતી.

football sports news sports