સ્ટેડિયમના ટૉઇલેટમાં લંચની વાનગીઓ

19 September, 2022 12:03 PM IST  |  Saharanpur | Gujarati Mid-day Correspondent

કૅમ્પના એક ખેલાડીએ કહ્યું કે ‘મોટા વાસણમાંથી ભાત એક પ્લેટમાં લીધા બાદ ટૉઇલેટમાં રખાયા હતા

સ્ટેડિયમના ટૉઇલેટમાં લંચની વાનગીઓ

ઉત્તર પ્રદેશના સહરાનપુરના એક સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં સ્વિમિંગ-પૂલ નજીકના વૉશરૂમમાં ભાત અને અન્ય કેટલીક વાનગીઓ રખાઈ હોવાનો વિડિયો અને ફોટો ગઈ કાલે વાઇરલ થયા હતા. આ જ વાનગી શુક્રવારે સહરાનપુરમાં શરૂ થયેલી રાજ્ય-સ્તરીય અન્ડર-17 ગર્લ્સ કબડ્ડી ટુર્નામેન્ટની ૨૦૦ જેટલી ખેલાડીઓને પીરસવામાં આવી હોવાનું મનાય છે. સહરાનપુરના સ્પોર્ટ્સ ઑફિસર અનિમેશ સક્સેનાએ આ આક્ષેપને ‘પાયા વગરનો’ ગણાવીને નકારી કાઢતાં કહ્યું કે ‘રાઇસ, દાલ, સબ્ઝી સહિતનું સારી ગુણવત્તાનું ફૂડ જગ્યાના અભાવે સ્વિમિંગ-પૂલની નજીક તૈયાર કરવામાં આવ્યું હતું અને પછી ખેલાડીઓને સર્વ કરાયું હતું.’ કૅમ્પના એક ખેલાડીએ કહ્યું કે ‘મોટા વાસણમાંથી ભાત એક પ્લેટમાં લીધા બાદ ટૉઇલેટમાં રખાયા હતા. એની બાજુમાં વધેલી થોડી પૂરી પણ હતી અને એ બધું પછીથી કેટલાક ખેલાડીઓને લંચમાં સર્વ કરાયું હતું.’

sports sports news uttar pradesh kabaddi news