તમે ત્રણ કલાક ડ્રિન્ક નહીં લો તો પણ જીવશો : ફિફા પ્રમુખ

21 November, 2022 12:48 PM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

કતારે બિયરના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો એની સોશ્યલ મીડિયામાં ખૂબ ટીકા થઈ છે

ફિફાના પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનો

ફિફા વર્લ્ડ કપના આયોજક કતારમાં ગઈ કાલે સ્પર્ધાના આરંભના ૪૮ કલાક પહેલાં જ પોતાનાં તમામ સ્ટેડિયમોમાં આલ્કોહૉલ યુક્ત બિયરના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો એની સોશ્યલ મીડિયામાં ખૂબ ટીકા થઈ છે. જોકે લાઇવ મ્યુઝિક અને બીજી મનોરંજનને લગતી પ્રવૃત્તિઓ ઑફર કરતા સ્ટેડિયમની બહારના ‘ફિફા ફૅન ફેસ્ટિવલ’ નામના પાર્ટી એરિયામાં ફુટબૉલપ્રેમીઓ (મૅચ પછી) આલ્કોહૉલવાળા બિયરની મિજબાની કરી શકશે. ટુર્નામેન્ટના સ્થળથી દૂર હોટેલ બારમાં પણ બિયર ઉપલબ્ધ થશે.

ફિફાના પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોએ ગઈ કાલે કહ્યું કે ‘કતારમાં સ્ટેડિયમમાં બિયરનું વેચાણ થઈ શકે એ વિશે અમે સત્તાધીશોને સમજાવવાના છેક સુધી પ્રયત્ન કર્યા હતા. જોકે હું લોકોને કહેવા માગું છું કે તમે ત્રણ કલાક ડ્રિન્ક નહીં લો તો પણ જીવવાના જ છો. બધા જાણે જ છે કે ફ્રાન્સ, સ્પેન, સ્કૉટલૅન્ડમાં સ્ટેડિયમમાં આલ્કોહૉલ પર પ્રતિબંધ છે.’

sports sports news doha qatar football