ડોપિંગનો પહેલો ‘ડોઝ’ : સાઉદીએ પ્લેયરને ડ્રૉપ કર્યો

15 November, 2022 12:19 PM IST  |  Riyadh | Gujarati Mid-day Correspondent

ફિફા વર્લ્ડ કપને માંડ પાંચ દિવસ બાકી છે ત્યારે એના આરંભ પહેલાં જ ડોપિંગનો કિસ્સો બહાર આવ્યો છે.

ફહાદ અલ-મુવાલાદ

મોટી ખેલકૂદ સ્પર્ધા પહેલાં કે એ દરમ્યાન ડ્રગ્સ સંબંધિત ઘટના બને એ હવે સામાન્ય બાબત છે. ફિફા વર્લ્ડ કપને માંડ પાંચ દિવસ બાકી છે ત્યારે એના આરંભ પહેલાં જ ડોપિંગનો કિસ્સો બહાર આવ્યો છે. સાઉદી અરેબિયાના કોચ હર્વ રેનાર્ડે ડ્રગ્સના વિવાદમાં અગાઉ ફસાઈ ચૂકેલા ફહાદ અલ-મુવાલાદને રવિવારે વર્લ્ડ કપ માટેની ટીમમાંથી ઓચિંતો ડ્રૉપ કર્યો હતો.

આ વર્ષના ફેબ્રુઆરીમાં ફહાદનો ડ્રગ્સ-ટેસ્ટ બાદ પૉઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જોકે ડોપિંગના કિસ્સા ન બને એ માટેના નિયમો બનાવનાર વર્લ્ડ ઍન્ટિ-ડોપિંગ એજન્સી (વાડા)ની એક અપીલ સંબંધમાં તાજેતરમાં જે નવા વળાંક આવ્યા એને ધ્યાનમાં લઈને અને સાઉદીની ટીમના ખેલાડીઓ સાથેની ચર્ચા બાદ કોચ રેનાર્ડે ફહાદને ડ્રૉપ કરવાનો નિર્ણય લીધો હતો. ફહાદ પર ૧૮ મહિનાનો પ્રતિબંધ મુકાયો હતો અને સાઉદીની ટીમ સિલેક્ટ કરાઈ એ પહેલાં જ વાડાએ સાઉદીના ફુટબૉલ સત્તાધીશોને ફહાદના સમાવેશ વિશે ચેતવ્યા હતા.

sports news sports football saudi arabia riyadh