મેસીને ક્વૉર્ટર ફાઇનલનું હરીફ નેધરલૅન્ડ્સ ખૂબ ટફ લાગી રહ્યું છે

06 December, 2022 09:59 AM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

મેસીનો આ કદાચ અંતિમ વર્લ્ડ કપ હશે.

લિયોનેલ મેસી

લિયોનેલ મેસીની આર્જેન્ટિનાની ટીમ આ વખતે કરોડો ચાહકોની પ્રાર્થનાના બળે જ ટ્રોફી જીતશે એવું લાગી રહ્યું છે, કારણ કે મેસીનો આ કદાચ અંતિમ વર્લ્ડ કપ હશે. જોકે ખુદ મેસીનું માનવું છે કે ‘શુક્રવારે નેધરલૅન્ડ્સ સામેની ક્વૉર્ટર ફાઇનલ ખૂબ સંઘર્ષભરી બની રહેશે, કારણ કે એ બહુ સારી ટીમ છે. એ આ વિશ્વકપની બેસ્ટ ક્વૉર્ટર ફાઇનલ બની રહેશે તો નવાઈ નહીં લાગે.’

નેધરલૅન્ડ્સની ટીમ એ શનિવારે અમેરિકાને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં અમેરિકાને ૩-૧થી હરાવીને ક્વૉર્ટરમાં એન્ટ્રી કરી હતી. આર્જેન્ટિના બે વાર ચૅમ્પિયન બન્યું છે, જ્યારે નેધરલૅન્ડ્સ ત્રણ વખત રનર-અપ રહ્યું છે. તસવીર એ.એફ.પી.

sports news sports football lionel messi doha