વેલ્સની વહારે આવ્યો બેલ : ઐતિહાસિક ગોલથી અમેરિકા સામેની મૅચ કરાવી ડ્રૉ

23 November, 2022 02:50 PM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

૩૬મી મિનિટે ટિમોથી વીઆએ ગોલ કરીને અમેરિકાને ૧-૦થી સરસાઈ અપાવી હતી

વેલ્સને પેનલ્ટી કિક મળી હતી અને બેલે ગોલ કરીને અમેરિકાને જડબાતોડ જવાબ આપ્યો હતો . તસવીર એ.એફ.પી.

સોમવારે યુવા ખેલાડીઓથી બનેલી અમેરિકાની ટીમ ફિફા વર્લ્ડ કપમાં ગ્રુપ ‘બી’માં વેલ્સ સામે જીતવાની તૈયારીમાં જ હતી, પરંતુ વેલ્સને ગેરેથ બેલે ૮૨મી મિનિટે પેનલ્ટી કિકથી ઐતિહાસિક ગોલ કરીને મૅચ ૧-૧થી એક્સાઇટિંગ ડ્રૉ કરાવીને વેલ્સને મહત્ત્વનો એક પૉઇન્ટ આપ્યો હતો. ૩૬મી મિનિટે ટિમોથી વીઆએ ગોલ કરીને અમેરિકાને ૧-૦થી સરસાઈ અપાવી હતી અને ૨૦૧૮નો વર્લ્ડ કપ ગુમાવ્યા પછી કમબૅક કરનાર મૅચ અમેરિકા જીતવા માટે ફેવરિટ હતું, પરંતુ ૮૧મી મિનિટે અમેરિકાના વૉકર ઝિમરમૅને બેલને નીચે પાડતાં કતારના રેફરીએ આ ફાઉલ બદલ વેલ્સને પેનલ્ટી કિક આપી હતી અને બેલે એનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો અને તેણે જે ગોલ કર્યો એ ઐતિહાસિક હતો, કારણ કે ૧૯૫૮ની સાલ પછી વેલ્સે વર્લ્ડ કપમાં કરેલો આ પ્રથમ જ ગોલ હતો.

વેલ્સના મુખ્ય ખેલાડી ગેરેથ બેલ (તસવીરમાં ડાબે)ને અમેરિકાના ઝિમરમૅને ધક્કો મારીને પાડ્યો હતો. 

sports sports news football qatar doha