રેફરીએ કોચને બતાવ્યું રેડ કાર્ડ : વર્લ્ડ કપનો પ્રથમ કિસ્સો

02 December, 2022 12:33 PM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

કોરિયન કોચ બેન્ટોએ મેદાન પર આવીને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.

સાઉથ કોરિયાની ટીમના કોચ પોઉલા બેન્ટોને રેફરીએ રેડ કાર્ડ બતાવીને સનસનાટી મચાવી હતી

ફિફા વર્લ્ડ કપમાં ગ્રુપ ‘એચ’માં સોમવારે ઘાના સામે ૨-૩થી હારી ગયેલી સાઉથ કોરિયાની ટીમના કોચ પોઉલા બેન્ટોને રેફરીએ રેડ કાર્ડ બતાવીને સનસનાટી મચાવી હતી. મૅચની છેલ્લી પળોમાં એક મિનિટ માટે લંબાવવામાં આવેલા સ્ટૉપેજ ટાઇમમાં કોરિયન ટીમને કૉર્નર મળ્યો ત્યારે રેફરી ઍન્થની ટેલરે અચાનક જ (કોરિયન ટીમ કૉર્નર લે એ પહેલાં જ) વ્હીસલ વગાડીને મૅચને પૂરી થયેલી જાહેર કરી હતી. જોકે કોરિયન કોચ બેન્ટોએ મેદાન પર આવીને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. રેડ કાર્ડ બતાવાતાં બેન્ટો હવે આજની પોર્ટુગલ સામેની મૅચ વખતે પોતાની ટીમ સાથે હાજર નહીં રહી શકે.

sports news sports football doha