કતારે ૧૮,૭૩,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો, પણ એના જ પ્રેક્ષકો પહેલી મૅચમાં સ્ટેડિયમ છોડી ગયા!

22 November, 2022 12:54 PM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

કતારે આખા આયોજન પાછળ જેટલો ખર્ચ કર્યો છે એ આગલા આઠ વર્લ્ડ કપના ખર્ચનો સરવાળો કરીએ તો એના બમણાથી પણ વધુ છે.

રવિવારે કતાર સામે ઇક્વાડોરે પહેલા હાફમાં જ બે ગોલ કરીને ૨-૦ની સરસાઈ લઈ લીધી એને પગલે કતારની ટીમ-તરફી અસંખ્ય પ્રેક્ષકો સ્ટેડિયમ છોડીને જતા રહ્યા હતા.

ફિફા વર્લ્ડ કપના આયોજન પાછળ યજમાન કતારે ૨૨૯ અબજ ડૉલર (અંદાજે ૧૮,૭૩,૦૦૦ કરોડ રૂપિયા)નો ખર્ચ કર્યો છે, પરંતુ રવિવારે પહેલા જ દિવસે એની જ ટીમ-તરફી અનેક પ્રેક્ષકો કતારના ખરાબ પર્ફોર્મન્સને કારણે ફર્સ્ટ-હાફના અંતે સ્ટેડિયમ છોડી ગયા હતા. કતારે આખા આયોજન પાછળ જેટલો ખર્ચ કર્યો છે એ આગલા આઠ વર્લ્ડ કપના ખર્ચનો સરવાળો કરીએ તો એના બમણાથી પણ વધુ છે. તેમણે સ્ટેડિયમ બનાવ્યાં અને હોટેલો પણ બનાવી. એટલું જ નહીં, નવુંનક્કોર ઍરપોર્ટ પણ વર્લ્ડ કપના અવસરે બનાવ્યું છે. પોતાના ખેલાડીઓને તાલીમ આપવા વિશ્વના કેટલાક ટોચના કોચની નિયુક્તિ કરી છે. આ બધું હોવા છતાં રવિવારે કતાર સામે ઇક્વાડોરે પહેલા હાફમાં જ બે ગોલ કરીને ૨-૦ની સરસાઈ લઈ લીધી એને પગલે કતારની ટીમ-તરફી અસંખ્ય પ્રેક્ષકો સ્ટેડિયમ છોડીને જતા રહ્યા હતા.

વર્લ્ડ કપના આરંભના વિરોધાભાસ

કતારમાં રવિવારે કતાર અને ઇક્વાડોર વચ્ચેની પ્રારંભિક મૅચમાં ફર્સ્ટ-હાફની છેલ્લી મિનિટો દરમ્યાન કતારની ટીમ ૦-૨થી પાછળ હતી ત્યારે એક આખું સ્ટૅન્ડ કતાર-તરફી પ્રેક્ષકો જતા રહેવાથી ખાલીખમ થઈ ગયું હતું અને એક ખૂણામાં એક જ પ્રેક્ષક બેઠેલો જોવા મળ્યો હતો. બીજી બાજુ, ઇક્વાડોરના ખેલાડીઓ વારંવાર પોતાના પ્રેક્ષકોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા. તસવીર એ.એફ.પી.

sports news sports football qatar ecuador