રંગારંગ ઓપનિંગ અને ઇટલીની જીત સાથે યુરો કપની શરૂઆત

13 June, 2021 03:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શુક્રવારે મધરાતે યુરો કપ ફુટબૉલ ટુર્નામેન્ટની શાનદાર અને રંગદાર ઓપનિંગ સેરેમની બાદ શરૂઆત થઈ હતી

ઇટલીની જીત સાથે યુરો કપની શરૂઆત

શુક્રવારે મધરાતે યુરો કપ ફુટબૉલ ટુર્નામેન્ટની શાનદાર અને રંગદાર ઓપનિંગ સેરેમની બાદ શરૂઆત થઈ હતી. યુરોપના ૨૪ દેશોની ફુટબૉલ ટીમ વચ્ચેના જંગની શરૂઆત ઇટલી અને ટર્કી વચ્ચેની મૅચ સાથે થયો હતો. ગ્રુપ-એના આ પ્રથમ જંગમાં ઇટલીએ ૩-૦થી વિજય સાથે સૉલિડ શરૂઆત કરી હતી. પહેલો હાફ ગોલ વગરનો રહ્યા બાદ બીજા હાફની ૫૩મી મિનિટમાં ઓવલ ગોલના રૂપમાં ટુર્નામેન્ટનો પહેલો ગોલ નોંધાયો હતો. જોકે ત્યારબા દ ૬૬ અને ૭૯મી મિનિટે ઇટલીએ બે શાનદાર ગોલ કરીને જીત પાક્કી કરી લીધી હતી. ગ્રુપ-એની ગઈ કાલે સાંજે રમાયેલી વેલ્સ અને સ્વિટ્ઝરલૅન્ડ વચ્ચેની બીજી મૅચ ૧-૧થી બરોબરી પર રહી હતી. સ્વિટ્ઝરલૅન્ડે ૪૯મી મિનિટે ગોલ કરીને લીડ લીધી હતી, પણ વેલ્સે ૭૪મી મિનિટે ગોલ કરીને બરોબરી મેળવી લીધી હતી. 

શું ઇંગ્લૅન્ડની પહેલી મૅચની પનોતી હટશે?
યુરો કપમાં ઇંગ્લૅન્ડ ક્યારેય ચૅમ્પિયન બની શક્યું નથી. અત્યાર સુધી ૯ વાર આ ટુર્નામેન્ટમાં રમી ચૂકેલું ઇંગ્લૅન્ડ ક્યારેય પહેલી મૅચ નથી જીતી શક્યું. આજે આ ક્રોએશિયા સામેની પહેલી મૅચમાં ઇંગ્લૅન્ડ પહેલી મૅચની પનોતી હટાવવા મક્કમ છે. 

football turkey italy sports sports news