13 November, 2026 09:58 AM IST | London | Gujarati Mid-day Correspondent
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
પોર્ટુગલના ફુટબૉલર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ ‘Day 1s’ નામની સિરીઝથી ટેલિવિઝનની દુનિયામાં એન્ટ્રી કરી છે. પ્રખ્યાત બ્રિટિશ નિર્માતા અને ડિરેક્ટર મૅથ્યુ વૉન સાથે ફોટો શૅર કરીને રોનાલ્ડોએ આ વાતની જાહેરાત કરી હતી.
આ સિરીઝ ફુટબૉલ પર આધારિત રહેશે. રોનાલ્ડો આ સિરીઝમાં પ્રોડ્યુસરની સાથે ઍક્ટરની ભૂમિકા પણ ભજવશે. રોનાલ્ડોએ હાલમાં પાંચ નવેમ્બરે ઇન્ટરનૅશનલ ફુટબૉલમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી હતી.
અમેરિકાએ અન્ડર-17 વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું
કતરના દોહામાં આગામી ૧૮ નવેમ્બરથી ૧૩ ડિસેમ્બર દરમ્યાન ૪૮ દેશો વચ્ચે અન્ડર-17 મેન્સ ફુટબૉલ વર્લ્ડ કપ યોજાશે. જોકે ગલ્ફ ક્ષેત્રમાં સુરક્ષાચિંતાઓને ટાંકીને અમેરિકાએ ગઈ કાલે ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. અમેરિકાએ બુધવારે જ ૨૧ પ્લેયર્સની ટીમની જાહેરાત કરી હતી. ઇન્ટરનૅશનલ ફુટબૉલ ફેડરેશને ટુર્નામેન્ટમાં કોઈ પણ ફેરફાર કે નવી ટીમના નામની જાહેરાત હજી સુધી કરી નથી.