ઑલિમ્પિક્સની તૈયારી માટે ક્રિકેટ બોર્ડ આપશે ૧૦ કરોડ રૂપિયા

21 June, 2021 10:19 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બોર્ડની બેઠકમાં આ મામલે નિર્ણય લેવાયો છે

પ્રતીકાત્મક તસવીર

ભારતીય ક્રિકેટ બોર્ડે ટોક્યો ઑલિમ્પિક ગેમ્સ માટે ક્વૉલિફાય કરી ચૂકેલા દેશના ઍથ્લિટો-ખેલાડીઓની તૈયારીઓ અને ટ્રેઇનિંગ માટે ૧૦ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. બોર્ડની બેઠકમાં આ મામલે નિર્ણય લેવાયો છે, જેમાં અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહે ભાગ લીધો હતો. ટોક્યો ઑલિમ્પિકના પ્રાયોજક તરીકે ચીનની કંપની લિનિંગ હટ્યા બાદ આ રકમ ખેલાડીઓને મદદરૂપ થશે જેમાં ટ્રેઇનિંગ અને તૈયારીનો સમાવેશ થાય છે.

sports sports news tokyo olympics 2020