✕

એશિયન ગેમ્સની કુરાશ સ્પર્ધામાં પિન્કી બલ્હારાએ બ્રૉન્ઝ મેડલ જીત્યો

29 September, 2026 10:29 AM IST  |  Nagoya | Gujarati Mid-day Correspondent

ભારતની પિન્કી બલ્હારાએ એશિયન ગેમ્સ ૨૦૨૬માં મહિલાઓની ૭૮ કિલો કુરાશ સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ જીત્યો. ઘૂંટણની ઇન્જરી સાથે સેમી-ફાઇનલ રમેલી પિન્કીને સાઉથ કોરિયાની હરીફ સામે ૦-૫થી હાર મળી હતી.

બ્લુ ડ્રેસમાં ભારતની પિન્કી બલ્હારા.

ભારતની પિન્કી બલ્હારાએ એશિયન ગેમ્સ 2026માં મહિલાઓની ૭૮ કિલો કુરાશ સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. ઘૂંટણની ઇન્જરી સાથે સેમી ફાઇનલમાં રમતી પિન્કીને સાઉથ કોરિયાની હરીફ સામે ૦-૫થી હારનો સામનો કરવો પડ્યો હતો.
દિલ્હીની ૨૭ વર્ષની પિન્કી બલ્હારાએ અગાઉ 2018ની એશિયન ગેમ્સમાં મહિલાઓની બાવન કિલો કૅટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં કુરાશ સ્પર્ધામાં ભારતનો આ ત્રીજો મેડલ હતો. ૨૦૧૮માં મલયપ્રભા જાધવે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
કુરાશ ઉઝબેકિસ્તાનની ૩૫૦૦ વર્ષ જૂની એક પારંપરિક કુસ્તી અને માર્શલ આર્ટ શૈલી છે. કુરાશના ખેલાડીઓ વિશેષ જૅકેટ અને બેલ્ટ પહેરીને રમે છે.

asian games south korea india sports news sports