21 September, 2026 02:03 PM IST | Nagoya | Gujarati Mid-day Correspondent
પી.વી. સિંધુ
ગઈ કાલે એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા બૅડ્મિન્ટન ટીમે કઝાખસ્તાનને 3-0થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આ જીત સાથે ભારત સતત ચોથી વખત એશિયન ગેમ્સની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યું છે. આ અગાઉ ટીમ ૨૦૧૪, ૨૦૧૮ અને ૨૦૨૨માં આ તબક્કે પહોંચી હતી.
આ ટીમ ઇવેન્ટના પ્રી-ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડમાં કઝાખસ્તાનના હરીફો સામે પી.વી. સિંધુએ ૨૧-૭ , ૨૧-૯થી, બર્થ-ડે ગર્લ ઉન્નતિ હૂડાએ ૨૧-૭, ૨૧-૧૦થી અને તન્વી શર્માએ ૨૧-૫, ૨૧-૧૦થી જીત નોંધાવી હતી.