આર્જેન્ટિનાની એકમાત્ર ખેલાડી પાંચ મેડલ સાથે સૌથી સફળ વિદેશી યોગવીર રહી

10 June, 2026 12:51 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

વિરાટ કોહલીની મોટી ચાહક નબીલા સોલ બરાઝા પાંચ વર્ષ મુંબઈમાં રહી છે અને તેણે બૉલીવુડમાં ડાન્સર તરીકે કામ કર્યું છે...

નબીલા સોલ બરાઝા

પ્રથમ વર્લ્ડ યોગાસન ચૅમ્પિયનશિપમાં આર્જેન્ટિનાની એક માત્ર યોગવીર નબીલા સોલ બરાઝાએ પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. તેણે ટ્વિસ્ટિંગ બોડી ઇન્ડિવિજ્યુઅલ અને બૅક બેન્ડ ઇન્ડિવિજ્યુઅલમાં ગોલ્ડ મેડલ જીતવા સહિત બે સિલ્વર અને એક બ્રૉન્ઝ મેડલ પણ પોતાને નામે કર્યો છે. ચૅમ્પિયનશિપમાં તે સૌથી સફળ વિદેશી રમતવીર રહી છે.

વિશ્વ વિખ્યાત ફુટબૉલર લીઅનલ મેસીના ઘર રોઝારિયોથી લગભગ ૪૦ કિલોમીટર દૂર જન્મેલી નબીલા સોલ બરાઝા યોગથી પ્રેરિત થઈ ભારત આવી હતી. તે મુંબઈમાં પાંચ વર્ષ રહી છે. તેણે બૉલીવુડની ફિલ્મોમાં બૅકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું છે અને તેનો પ્રિય ક્રિકેટર વિરાટ કોહલી છે.

૩૦ વર્ષની આ યોગવીરે વિશ્વની યોગ રાજધાની હૃષીકેશની યાત્રા કરી છે અને તેણે નાશિકમાં પણ યોગનો અભ્યાસ કર્યો છે. આ વર્ષની શરૂઆતમાં જ તે કોલંબિયા શિફ્ટ થઈ છે જ્યાં તે હવે ઑનલાઇન અને ઑફલાઇન યોગ ક્લાસ ચલાવે છે.

yoga argentina sports news sports ahmedabad