ફિફા વુમન્સ અન્ડર-19 વર્લ્ડ કપ માટે તૈયારી શરૂ

01 September, 2019 12:15 PM IST  |  મુંબઈ

ફિફા વુમન્સ અન્ડર-19 વર્લ્ડ કપ માટે તૈયારી શરૂ

ફિફા વુમન્સ અન્ડર-19 વર્લ્ડ કપ

ભારતમાં ફુટબૉલ વિશે જાગરૂકતા લાવવા અને દેશના યુવાઓને આ સ્પોર્ટ્‍સમાં આગળ લાવવા માટે ગઈ કાલે મુંબઈમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં ફુટબૉલ સ્પોર્ટ્‍સ ડેવલપમેન્ટ (એફએસડીએલ) અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચૅરપર્સન નીતા અંબાણી સહિત ઇન્ડિયન સ્પોર્ટ્‍સ લીગ (આઇએસએલ)ના માલિકો કેરલા બ્લાસ્ટર્સ ફુટબૉલ ક્લબ (કેબીએફસી)નો માલિક ચિરંજીવી, નૉર્થ ઈસ્ટ યુનાઇટેડ એફસી (એ‌નઈયુએફસી)નો માલિક જૉન એબ્રાહમ, ઑલ ઇન્ડિયા ફુટબૉલ ફેડરેશન (એઆઇએફએફ)ના માલિક પ્રફુલ પટેલ, ચેન્નઈયન એફસી (સીએફસી)નો માલિક અભિષેક બચ્ચન અને મુંબઈ સિટી એફસી (એમસીએફસી)નો માલિક રણબીર કપૂર હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : મેસી સાથે ડિનર પર જવાની રોનાલ્ડોની ઇચ્છા

ફિફા વુમન્સ અન્ડર-૧૯ વર્લ્ડ કપ માટે એફએસડીએલ નવેમ્બરમાં ચાર વુમન ટીમને તૈયાર કરી રહી છે. આવતાં ત્રણ વર્ષમાં આઇએસએલ ૧૨ રાજ્યોના ૪૦ જિલ્લામાં અંદાજે ૩૮,૦૦૦ બા‍ળકોને આઇએસએલ ચિલ્ડ્રન્સ લીગમાં જોડશે.

football sports news