Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > મેસી સાથે ડિનર પર જવાની રોનાલ્ડોની ઇચ્છા

મેસી સાથે ડિનર પર જવાની રોનાલ્ડોની ઇચ્છા

01 September, 2019 12:06 PM IST | મોનૅકો

મેસી સાથે ડિનર પર જવાની રોનાલ્ડોની ઇચ્છા

ફુટબૉલ વિશ્વમાં પોર્ટુગીઝ ટીમનો સ્ટાર પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને આર્જેન્ટિનાનો હરીફ લિઓનેલ મેસી.

ફુટબૉલ વિશ્વમાં પોર્ટુગીઝ ટીમનો સ્ટાર પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને આર્જેન્ટિનાનો હરીફ લિઓનેલ મેસી.


ફુટબૉલ વિશ્વમાં પોર્ટુગીઝ ટીમના સ્ટાર પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ઇચ્છા હરીફ પ્લેયર આર્જેન્ટિનાના લિઓનેલ મેસી સાથે ડિનર પર જવાની છે. તે છેલ્લાં ૧૫ વર્ષથી ટોચનો પ્લેયર રહ્યો છે. તાજેતરમાં ધ યુનિયન ઑફ યુરોપિયન ફુટબૉલ અસોસિએશન (યુઈએફએ) અવૉર્ડ નાઇટમાં આ બન્ને દિગ્ગજ પ્લેયર સાથે જોવા મળ્યા હતા. રોનાલ્ડો સાથે વાત કરતાં તેણે જણાવ્યું કે ‘અમે છેલ્લાં ૧૫ વર્ષથી એકબીજા સામે રમીએ છીએ. આવું પાછું ફરી ક્યારેય બનશે કે નહીં એની મને નથી ખબર, પણ આ ખરેખર અઘરું છે. અમારી વચ્ચે ઘણા સારા સંબંધ છે છતાં અમે હજી સુધી ક્યારેય સાથે ડિનર નથી લીધું. હું ઇચ્છુ છું કે ભવિષ્યમાં અમે સાથે ડિનર કરીએ.’

આ પણ વાંચો : રિયો ઑલિમ્પિકની શૂટિંગ ઇવેન્ટમાં વર્માને ગોલ્ડ અને ચૌધરીને બ્રૉન્ઝ



સ્પેનની રિયલ મૅડ્રિડ ટીમમાં રમવાના પોતાના અનુભવ વિશે વાત કરતાં તેણે કહ્યું કે ‘મને સ્પેન ઘણું યાદ આવે છે. છેલ્લાં ૧૫ વર્ષની અમારી લડાઈ ચાલી રહી હતી. ક્યારેક તે મને પુશ કરે તો ક્યારેક હું તેને પુશ કરું. આ ફુટબૉલના ઇતિહાસનો એક ભાગ છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2019 12:06 PM IST | મોનૅકો

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK