૧૯મું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યો નડાલ

10 September, 2019 02:09 PM IST  | 

૧૯મું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યો નડાલ

યુએસ ઓપનના પુરુષ એકલ વર્ગમાં રમાયેલી ફાઇનલ મૅચમાં વર્લ્ડ નબંર-2 રાફેલ નડાલે આ ટાઇટલ પોતાના નામે કર્યું છે. તેણે રશિયન પ્લેયર ડેનિલ મેડ્વેડેવને ચાર કલાક પચાસ મીનિટ ચાલેલી મૅચમાં ૭-૫, ૬-૩, ૫-૭, ૪-૬, ૬-૪થી હરાવીને ૧૯મું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ પોતાના નામે કર્યું છે.

મૅચ જીત્યા બાદ નડાલ રડી પડ્યો હતો અને તેણે આ ગેમ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘આ જીત મારા માટે ઘણી મહત્ત્વની હતી. જેમ-જેમ મૅચ આગળ ‍વધી રહી હતી એ વધારે અઘરી બની રહી હતી. મૅચ દરમ્યાન હું ઘણો નર્વસ હતો, પણ મેં મારી જાતને સંભાળી રાખી હતી. આ મૅચ ખરેખર અદ્ભુત હતી.’

આ પણ વાંચો: ઍશિઝ સિરીઝમાં નિષ્ફળતા છતાં કૅપ્ટન તરીકે ફરજ બજાવવી છે રૂટને

મેડ્વેડેવનાં વખાણ કરતાં નડાલે કહ્યું હતું કે ‘તે હજી ૨૩ વર્ષનો છે, પણ જે પ્રમાણે તેણે લડત આપી છે એ ખરેખર અદ્ભુત છે. આવનારા સમયમાં તેને માટે હજી ઘણી સારી તક આવશે.

rafael nadal gujarati mid-day