ડિયર ઇન્ડિયા, આ મારી ટીમ છે અને મને મારા પ્લેયર્સ પર ગર્વ છે : છેત્રી

12 September, 2019 12:26 PM IST  |  નવી દિલ્હી

ડિયર ઇન્ડિયા, આ મારી ટીમ છે અને મને મારા પ્લેયર્સ પર ગર્વ છે : છેત્રી

સુનીલ છેત્રી

દોહામાં રમાયેલી ફિફા વર્લ્ડ કપ અને એએફસી એશિયન કપ જૉઇન્ટ ક્વૉલિફાયર રાઉન્ડ-2માં કતાર સામે ભારતની ફુટબૉલ ટીમે ફાઇટિંગ-ડ્રૉ મેળવી હતી. આ માટે પ્રાઉડ ફીલ કરનાર ભારતના કૅપ્ટન સુનીલ છેત્રીએ કહ્યું હતું કે ‘મને મારી ટીમ પર ગર્વ છે. ગુરપ્રીત સિંહ સંધુની કૅપ્ટન્સીમાં ભારતે કતાર સામે ડ્રૉ મેળવીને પહેલો પૉઇન્ટ મેળવ્યો હતો.’

આ પણ વાંચો : ઑલિમ્પિક ક્વૉલિફાયર મૅચની તૈયારીના ભાગરૂપે ભારતની હૉકી ટીમ બેલ્જિયમની ટૂર પર

સુનીલ ફીવરને કારણે એ મૅચમાં નહોતો રમ્યો. ટ્વ‌િટર પર આનંદ વ્યક્ત કરી સુનીલે ટ્વીટ કર્યું, ‘ડિયર ઇન્ડિયા, આ મારી ટીમ છે અને આ મારા પ્લેયર્સ છે. મને આ ક્ષણ પર કેટલો ગર્વ છે એ વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી. પૉઇન્ટ ટેબલની દૃષ્ટિએ બહુ મોટું રિઝલ્ટ નથી, પણ ટીમે જે રીતે ફાઇટ આપી એ મોટી વાત છે. આનો શ્રેય કોચિંગ સ્ટાફ અને ડ્રેસિંગ રૂમને જાય છે.’
ભારત આગામી ક્વૉલિફાયર મૅચમાં ૧૫ ઑક્ટોબરે બંગલા દેશની યજમાની કરશે.

football sports news