કોચ સહિત વિમેન્સ નૅશનલ બૉક્સિંગ કૅમ્પમાં કુલ ૨૧ ખેલાડીઓ પૉઝિટિવ

15 April, 2021 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો કે ઓલ્મિપીકમાં જઈ રહેલા બોક્સર પૈકી કોઈ બોક્સર પોઝીટીવ નથી

પ્રતીકાત્મક તસવીર

ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડીયમમાં પ્રેકટ્સિ કરી રહેલા ઇન્ડિયન વિમેન્સ બોક્સિગ હાઇ પર્ફોમેન્સ ડિરેક્ટર રાફેલે બર્ગામ્સકો અને હેડ કોચ મોહમ્મદ અલી કમાર સહિત કુલ ૨૧ કોરોના પોઝીટીવ આવ્યા છે. જો કે ઓલ્મિપીકમાં જઈ રહેલા બોક્સર પૈકી કોઈ બોક્સર પોઝીટીવ નથી. સ્પોર્ટસ ઑથોરીટી ઑફ ઇન્ડિયાએ આ મામલે એક સ્ટેટમેન્ટ પણ બહાર પાડ્યું છે. પરંતુ કોઈ ખેલાડીઓના નામ જાહેર કર્યા નથી. નવી દિલ્હીમાં આવેલા ઇન્દિરા ગાંધી સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ચાલી રહેલા નેશનલ કોચિંગ કેમ્પ દરમ્યાન સાવચેતીના પગલારૂપે આ ટેસ્ટ કરાવ્યા હતા. પોઝીટવ આવેલા કોઈ પણ ગંભીર હાલતમાં નથી તેથી તમામને ક્વોરન્ટાઇન ઝોનમાં મોકલવામાં આવ્યા છે. જેઓ ઑલિમ્પિકમાં જઈ રહ્યાં છે એ તમામને જવાહરલાલ નેહરૂ સ્ટેડીયમમાં ખેસડવામાં આવ્યાં છે.

આ રીઝલ્ટને કારણે થોડા સમય માટે ટ્રેઇનિંગને રોકવામાં આવી છે. બે મુખ્ય કોચ સહીત અન્ય આસીસ્ટન્ટ કોચ પણ પોઝીટીવ આવ્યાં છે. ભારત તરફથી ઓલિમ્પિકસ માટે એમ.સી. મેરી કોમ, સિમરનજીત કૌર અને લવલીના બોર્ગોહેઇન અને પુજા રાની જઈ રહ્યાં છે. અગાઉ પટીયાલામાં ટ્રેઇનીંગ લઈ રહેલા પુરૂષોની ટીમ પૈકી પણ કેટલાંક પોઝીટીવ આવ્યા હતા.

sports sports news coronavirus covid19 boxing