બ્રાઝિલની નવ જીત પછી પહેલી ડ્રૉ : આર્જેન્ટિના ૩-૦થી વિજયી

12 October, 2021 05:10 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આખી ક્વૉલિફાઇંગ સ્પર્ધામાં બ્રાઝિલ ૯ જીત અને એક ડ્રૉથી મળેલા કુલ ૨૮ પૉઇન્ટ સાથે મોખરે છે

લિયોનેલ મેસી રવિવારે ૮૦મો ઇન્ટરનૅશનલ ગોલ કરનાર દક્ષિણ અમેરિકાના ફુટબૉલ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનારો પુરુષ ખેલાડી બન્યો એ બદલ તેનું આર્જેન્ટિનાના ફુટબૉલ અસોસિયેશન દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું

બ્રાઝિલના સાઓ પાઉલોમાં આયોજિત ફિફા વર્લ્ડ કપ ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં રવિવારે યજમાન બ્રાઝિલની સતત ૯ જીત પછીની પહેલી મૅચ ડ્રૉ ગઈ હતી. કૉલમ્બિયાએ બ્રા ઝિલના મજબૂત સંરક્ષણનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ એ સાથે પોતાની ડિફે ન્સિવ જાળ પણ મજબૂત રાખી હતી જેને કારણે વર્લ્ડ નંબર-ટૂ બ્રાઝિલ પણ એકેય ગોલ નહોતું કરી શક્યું. જોકે આખી ક્વૉલિફાઇંગ સ્પર્ધામાં બ્રાઝિલ ૯ જીત અને એક ડ્રૉથી મળેલા કુલ ૨૮ પૉઇન્ટ સાથે મોખરે છે. બીજા નંબરે આર્જેન્ટિનાના બાવીસ અને ઇક્વાડોર તથા ઉરુગ્વેના ૧૬-૧૬ પૉઇન્ટ છે. હવે બ્રાઝિલની ઉરુગ્વે સામે મૅચ છે.

શનિવારે આર્જેન્ટિનાએ ઉરુગ્વેને ૩-૦થી હરાવ્યું હતું જેમાં એક ગોલ કૅપ્ટન લિયોનેલ મેસીનો તેમ જ એક-એક ગોલ ડી પૉલ તથા લા માર્ટિનેઝનો હતો. હવે આર્જેન્ટિનાનો મુકાબલો પેરુ સાથે થશે.

દરમ્યાન રવિવારે બોલિવિયાએ પેરુને ૧-૦થી, વેનેઝુએલાએ ઇક્વાડોરને ૨-૧થી, ચિલીએ પારાગ્વેને ૨-૦થી હરાવ્યું હતું.

sports sports news football