આજે મિચલ સૅન્ટનર બનશે ન્યુ ઝીલૅન્ડનો ૩૨મો ટેસ્ટ-કૅપ્ટન

30 July, 2025 01:14 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

ઝિમ્બાબ્વે સામેની પહેલી ટેસ્ટમાંથી રેગ્યુલર કૅપ્ટન ટૉમ લૅધમ ઇન્જરીને કારણે આઉટ

ટૉમ લૅધમ, મિશેલ સૅન્ટનર

બુલાવાયોના ક્વીન્સ સ્પોર્ટ્‍સ ક્લબ ખાતે આજથી યજમાન ઝિમ્બાબ્વે અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે બે મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થશે. બન્ને ટીમ વચ્ચે ૧૯૯૨થી રમાયેલી ૧૭માંથી ૧૧ ટેસ્ટ કિવી ટીમે જીતી છે, જ્યારે ૬ ટેસ્ટ ડ્રૉ રહી છે. બન્ને ટીમ વચ્ચે ૨૦૧૬ બાદ પહેલી વાર ટેસ્ટ-મૅચ રમાશે. આ હરીફ ટીમ સામે એક પણ ટેસ્ટ ન જીતનાર ઝિમ્બાબ્વેએ કિવી ટીમ સામે ૨૦૦૦માં છેલ્લી ડ્રૉ મૅચ બાદ ૬ ટેસ્ટમાં સળંગ હારનો સામનો કર્યો છે.

૩૦ જુલાઈથી ૧૧ ઑગસ્ટ વચ્ચે રમાનારી આ ટેસ્ટ-સિરીઝની પહેલી મૅચમાં જ કિવી ટીમને ઝટકો લાગ્યો છે. રેગ્યુલર ટેસ્ટ-કૅપ્ટન ટૉમ લૅધમ ખભાની ઇન્જરીને કારણે પહેલી ટેસ્ટ નહીં રમી શકશે. તેના સ્થાને મર્યાદિત ઓવર્સના કૅપ્ટન મિશેલ સૅન્ટનરને આ જવાબદારી મળી છે. તે ન્યુ ઝીલૅન્ડ મેન્સ ક્રિકેટ ટીમનો ૩૨મો ટેસ્ટ-કૅપ્ટન બનશે. ૩૦ ટેસ્ટ-મૅચ રમનાર સૅન્ટનર પહેલી વાર ટેસ્ટ-કૅપ્ટન્સી સંભાળશે. ભારતમાં બપોરે ૧.૩૦ વાગ્યાથી ફેનકૉડ ઍપ પર આ મૅચનો આનંદ માણી શકાશે. 

ભારતીય સમય અનુસાર બપોરે ૧.૩૦ વાગ્યે શરૂ થશે રમત 

zimbabwe new zealand t20 cricket news manchester sports news sports