સચિન તેંડુલકરનો પરસેવો છોડાવી દેનાર ખેલાડી આજે વેચે છે ટામેટા

30 May, 2020 01:43 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

સચિન તેંડુલકરનો પરસેવો છોડાવી દેનાર ખેલાડી આજે વેચે છે ટામેટા

સચિન તૈંડુલકર

રમત જગતમાં ઘણાં ખેલાડીઓ પોતાના સારા પ્રદર્શનથી પોતાના કાર્યકાળ દરમિયાન ખૂબ જ પ્રસિદ્ધિ તેમજ લોકપ્રિયતા મેળવે છે. પરંતુ નિવૃત્ત થયા પછી ખૂબ જ ઓછા ખેલાડીઓ હોય છે જેમને ગુજરાન ચલાવવા માટે રમત સિવાય અન્ય કોઇ કામનો સહારો ન લેવો પડ્યો હોય. જણાવવાનું કે એક એવો ક્રિકેટર જેણે પોતાની બૉલિંગથી ક્રિકેટના ભગવાન એવા માસ્ટર બ્લાસ્ટર સચિનને પણ હંફાવી દીધા હોય, તેમનો પણ પરસેવો પડાવી દીધો હોય તેવો ખેલાડી આજે પરિવારના ગુજરાન માટે ક્રિકેટ સિવાયનું અન્ય કામ કરતો જોવા મળે છે. આ ખેલાડી અન્ય કોઇ નહીં પણ એડો બ્રાન્ડેસ છે... જેણે ભારત વિરુદ્ધ પોતાની ટીમને 4 વાર જીત અપાવી દીધી છે. ઝિમ્બામ્બવેના ભૂતપૂર્વ ફાસ્ટ બૉલર એડો બ્રાન્ડેસે પોતાના દેશ માટે ઘણી મેચ રમ્યો છે. પરંતુ આજે આર્થિક સ્થિતિ કફોડી બની હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવા તેણે ટામેટા વેચવા પડે છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઝિમ્બામ્બવેના ભૂતપૂર્વ ફાસ્ટ બૉલર રહી ચૂકેલા એડો બ્રાંડેસ પોતાના દેશ માટે લગભગ 10 જેટલી ટેસ્ટ મેચ અને 58 વનડે મેચ રમ્યો હતો. દરમિયાન તેણે 96 જેટલી વિકેટ્સ લીધી હતી. એડો બ્રાન્ડેસનું પર્ફોર્મન્સ ભારત વિરુદ્ધ ઘણું સારું રહ્યું હતું. નબળી ટીમ હોવા છતાં તેઓ ભારત સામે 4 મેચ જીત્યા હતા. જેમાં એડો બ્રાન્ડેસની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી.

મળતી માહિતી પ્રમાણએ સાઉથ આફ્રિકામાં રમાયેલી વનડે સીરિઝમાં ભારત તેમની સામે પરાજિત થઈ હતી. આ મેચમાં એડો બ્રાન્ડેસે 9.5 ઓવરમાં 41 રન્સ આપીને 5 વિકેટ લીધી હતી. બ્રાન્ડેસે પોતાની છેલ્લી મેચ 1999માં શ્રીલંકા સામે રમી હતી.

sports sports news zimbabwe australia cricket news