પાકિસ્તાને ઝિમ્બાબ્વેને કચડી નાખ્યું

11 May, 2021 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨-૦થી ટેસ્ટસિરીઝ જીત્યું : બીજી ટેસ્ટમાં ઝિમ્બાબ્વેને ૨૩૧ રનમાં ઑલઆઉટ કરી એક ઇનિંગ્સ અને ૧૪૭ રનથી જીતી બીજી મૅચ

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાને ઝડપથી એક વિકેટ ઝડપી ઝિમ્બાબ્વે સામેની સિરીઝ ૨-૦થી જીતી લીધી હતી. ચોથા દિવસે પાંચમી ઓવર શાહીન શાહ આ​​ફ્રિદીની હતી જેમાં બૅટસમૅન લ્યુક જોગવેને વિકેટકીપર મોહમ્મદ રિઝવાનને કેચ આપી દીધો હતો. આમ પાકિસ્તાને એક ઇનિંગ્સ અને ૧૪૭ રનથી આ મૅચ જીતી લીધી હતી. આ જ સ્થળે રમાયેલી પહેલી ટેસ્ટ પાકિસ્તાને ૧૧૬ રનથી જીતી હતી. 

આ જીત સાથે જ પાકિસ્તાનના ત્રણ બોલરે પહેલી વખત ટેસ્ટમાં પાંચ-પાંચ વિકેટ લીધી હતી. આફ્રિદીએ ૫૨ રનમાં ૫ વિકેટ લીધી હતી. આમ તેણે અને નૌમાન અલીએ (૮૬ રનમાં ૫ વિકેટ) બીજી ઇનિંગ્સમાં તો હસન અલીએ પહેલી ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી હતી. ૧૯૯૩ બાદ ટેસ્ટમાં પ્રથમ વખત આવી ઘટના બની હતી. 

ઝિમ્બાબ્વેની ટીમ બીજી ઇનિંગ્સમાં ૨૩૧ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ઓપનર આબીદ અલીના નૉટઆઉટ ૨૧૫ રન અને અઝહર અલીના ૧૨૬ રનની મદદથી પાકિસ્તાને ૮ વિકેટે ૫૧૦ રન કર્યા હતા. 

cricket news sports sports news zimbabwe pakistan