40 વર્ષના ઝહીર ખાન મેદાન પર કરશે કમબેક, આ ટીમ તરફથી રમતા દેખાશે

18 September, 2019 07:06 PM IST  |  મુંબઈ

40 વર્ષના ઝહીર ખાન મેદાન પર કરશે કમબેક, આ ટીમ તરફથી રમતા દેખાશે

ઝહીર ખાન (File Photo)

ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ફાસ્ટ બોલર ઝહીર ખાન ફરી એકવાર મેદાન પર ઘાતક બોલિંગ કરતા દેખાશે. જો કે આ વખતે ઝહીર ખાન ભારતના નહીં ઓસ્ટ્રેલિયાના મેદાનમાં રમતા દેખાશે. ઓસ્ટ્રેલિયાની જાણીતી ટી20 બિગ બેશ લીગ લીગમાં ઝહીર ખાન રમતા દેખાશે. બીગ બેશ લીગની ટીમ બ્રિસ્બેન હીટ સાથે ઝહીર ખાન જોડાયા છે. ઝહીર ઉપરાંત બ્રિસ્બેન હીટ ટીમે અફ્ઘાનિસ્તાનના 18 વર્ષના યુવા બોલર મુજીબ ઉર રહેમાનને પણ ટીમમાં સામેલ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે બિગ બેશ લીગની આ સિઝનની શરૂઆત 17 ડિસેમ્બરથી શરૂ થશે. અને તેની ફાઈનલ 8 ફેબ્રુઆરીના રોજ રમાશે. બ્રિસ્બેન હીટે મુજબીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં મુજીબ અફ્ઘાનિસ્તાનની ટીમનો ભાગ હતા. અફ્ઘાનિસ્તાને આ ટેસ્ટમાં બાંગ્લાદેશને હરાવ્યા હતા. મુજીબ હાલ સીપીએલ એટલે કે કેરેબિયન પ્રીમિયર લીગનો ભાગ છે, તે જમૈકા તાલાવાહ ટીમ તરફથી રમે છે. આ ઉપરાંત ટી20 બ્લાસ્ટમાં તે લંકાશર ટીમ તરફથી રમતા હતા. મુજીબ 2018માં IPLની હરાજીમાં પણ પસંદ થયા હતા, પરંતુ ઈજાને કારણે રમી નહોતા શક્યા.

આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યાની જેવા દેખાવું છે 'કૂલ', તો જાણો તેના સ્ટાઈલ સીક્રેટ

બ્રિસ્બેન હીટમાં સામેલ થયા બાદ ઝહીર ખાને કહ્યું કે મને જે તક મળી છે, તેનાથી હું ખૂબ જ રોમાંચિત છું. તો મુજીબે કહ્યું છે ક આ ટીમ સાથે મારુ પહેલુ વર્ષ ખૂબ જ સારુ હત્યું હતું. આ ટીમ ખૂબ જ સારી છે અને મને આશા છે કે અમે આ વર્ષે ફાઈનલ સુધી પહોંચીશું. તો ટીમના હેડ કોચ ડેરેન લેહમેનને કહ્યું કે બંને ખેલાડીઓ શાનદાર છે. હાલ અફ્ઘાનિસ્તાનની ટીમ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ સારુ પ્રદર્શન કરી રહી છે. ત્યારે મુજીબ અન ઝહીર જેવા ખેલાડીઓ સાથે કામ કરવાની મજા આવશે.

zaheer khan cricket news sports news