જો ભારતીય ક્રિકેટરો સ્ત્રી હોત તો કેવા દેખાતા હોત? જુઓ તસવીરો

23 June, 2020 05:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જો ભારતીય ક્રિકેટરો સ્ત્રી હોત તો કેવા દેખાતા હોત? જુઓ તસવીરો

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

ભારતીય ક્રિકેટ ટીમના ભુતપુર્વ ક્રિકેટર યુવરાજ સિંહે તાજેતરમાં સોશ્યલ મીડિયા પર ભારતીય ક્રિકેટરોની એક તસવીર શૅર કરી છે. જે સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થઈ છે. આ તસવીરમાં ભારતીય ક્રિકેટરોને સ્ત્રીના રૂપમાં દેખાડવામાં આવ્યા છે.

યુવરાજ સિંહે સોશ્યલ મીડિયા પર શૅર કરેલી તસવીરના કૉલાજમાં કૅપ્ટન વિરાટ કોહલી, વાઈસ કૅપ્ટન રોહિત શર્મા, ભુતપુર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સહિત 14 ક્રિકેટરો છે. આ તસવીરમાં ક્રિકેટરો સ્ત્રી જેવા દેખાય છે. તસવીર પોસ્ટ કરવાની સાથે જ યુવરાજે પુછયું છે કે, 'તમે ગર્લફ્રેન્ડ તરીકે કોને પસંદ કરશો? હું આવતીકાલે જવાબ આપીશ.'

સોશ્યલ મીડિયા પર યુવરાજે શૅર કરેલી તસવીર પર કમેન્ટ કરતા ભારતીય ક્રિકેટરો અને અન્ય દેશના ક્રિકેટરો પોતાની જાતને રોકી શક્યા નહોતા. ઈંગલેન્ડના ભુતપુર્વ ક્રિકેટર કેવિન પિટરસને કમેન્ટ સેક્શનમાં હસવા વાળા આઠ ઈમોજીસ પોસ્ટ કર્યા હતા. જ્યારે હરભજન સિંગે કમેન્ટ કરી હતી કે, 'હું ભુવીને સિલેક્ટ કરીશ.' તો યુઝવેન્દ્ર ચહલે કમેન્ટ કરી હતી, 'યુવી પા મને લાગે છે કે તમને તમારી તસવીરની જરૂર છે.'

આ પહેલા યુઝવેન્દ્ર ચહલે આ જ પ્રકારની તસવીર ટ્વીટર પર શૅર કરી હતી. જેમાં ફક્ત રોહિત શર્મા જ હતો. તેણે કૅપ્શનમાં લખ્યું હતું કે, 'સો ક્યુટ યુ આર લુકિંગ રોહિતાતાતાતાતાતા શર્મામામામામા ભૈયા.'

sports sports news cricket news yuvraj singh harbhajan singh virat kohli rohit sharma ms dhoni mahendra singh dhoni bhuvneshwar kumar Yuzvendra Chahal hardik pandya Rishabh Pant