ટીમ મૅનેજમેન્ટે નં.4 પર સારા પ્લેયરને તૈયાર કરવાની જરૂર હતીઃ યુવરાજસિંહ

15 July, 2019 10:31 AM IST  |  મુંબઈ

ટીમ મૅનેજમેન્ટે નં.4 પર સારા પ્લેયરને તૈયાર કરવાની જરૂર હતીઃ યુવરાજસિંહ

યુવરાજ સિંહ (File Photo)

ક્રિકેટ વર્લ્ડ-૨૦૧૯માં ન્યુ ઝીલૅન્ડ સામે ભારત સેમી ફાઇનલમાં ૧૮ રનથી હારીને બહાર થઈ ગયા બાદ ભારતીય ટીમ પર અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે જેમાં સૌથી મોટો પ્રશ્ન નંબર ચારના બૅટ્સમૅનને લઈને થઈ રહ્યો છે. ટીમ ઇન્ડિયાના મૅનેજમેન્ટે આ નંબર પર યોગ્ય બૅટ્‌સમૅન ન શોધી શકવાના કારણે આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂતપૂર્વ સિલેક્ટર સંજય જગદાલ બાદ હવે યુવરાજ સિંહે બોર્ડ અને ટીમ મૅનેજમેન્ટને આડે હાથ લીધું છે.

ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેનારા ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજે કહ્યું કે ‘ટીમ મૅનેજમેન્ટે નંબર ચાર માટે કોઈકને તૈયાર કરવાની જરૂર હતી. જો કોઈ પ્લેયર ચોથા નંબર પર નહોતો ચાલી રહ્યો તો મૅનેજમેન્ટે તે ખેલાડીને કહેવું જોઈતું હતું કે તમારે વર્લ્ડ કપ રમવાનો છે ૨૦૦૩ની જેમ. ૨૦૦૩માં જે ટીમ ન્યુ ઝીલૅન્ડ સામે હારી હતી એ જ ટીમ સારું પ્રદર્શન નહોતી કરી શકી, એ જ ટીમે ૨૦૦૩નો વર્લ્ડ કપ રમ્યો હતો.’

આ પણ વાંચોઃ રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

યુવરાજ સિંહ નંબર ચાર પર રમવા માટે પોતે ઊતરતો હતો. ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૦૭ અને વન-ડે વર્લ્ડ કપ ૨૦૧૧માં તેણે ભારતને ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત અંબાતી રાયડુને ટીમમાં નાપસંદ કરવામાં આવતાં તે ચોંકી ગયો હતો અને બીજી તરફ રિષભ પંતને ટીમમાં રાખવામાં આવ્યા બાદ પછી ડ્રૉપ કરવામાં આવતાં યુવરાજે ટીકા પણ કરી હતી.

yuvraj singh cricket news sports news