IPL 2027માં દિલ્હી કૅપિટલ્સના કોચિંગ સ્ટાફમાં થઈ શકે છે યુવરાજ સિંહ અને સૌરવ ગાંગુલીની એન્ટ્રી

20 June, 2026 05:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતનો ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા ઑલરાઉન્ડર યુવરાજ સિંહ દિલ્હી કૅપિટલ્સના કોચિંગ સ્ટાફમાં જોડાઈ શકે છે. ભારતનો ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલી સપોર્ટ સ્ટાફનો હેડ બને એવી અપેક્ષા છે.

IPL 2027માં દિલ્હી કૅપિટલ્સના કોચિંગ સ્ટાફમાં થઈ શકે છે યુવરાજ સિંહ અને સૌરવ ગાંગુલીની એન્ટ્રી

IPL 2027માં દિલ્હી કૅપિટલ્સના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર થઈ શકે છે. હેડ કોચ હેમાંગ બદાણી અને ક્રિકેટ ડિરેક્ટર વેણુગોપાલ રાવની આગેવાનીમાં આ ટીમ સાત-સાત જીત સાથે વર્ષ ૨૦૨૫માં પાંચમા ક્રમે અને વર્ષ ૨૦૨૬માં છઠ્ઠા ક્રમે રહી છે. 

ભારતનો ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા ઑલરાઉન્ડર યુવરાજ સિંહ દિલ્હી કૅપિટલ્સના કોચિંગ સ્ટાફમાં જોડાઈ શકે છે. ભારતનો ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલી સપોર્ટ સ્ટાફનો હેડ બને એવી અપેક્ષા છે.

પ્લેયર્સ ટ્રેડને લઈને કેટલાક ચોંકાવનારા અહેવાલ મળ્યા છે. લખનઉ સુપર જાયન્ટ્સનો ભૂતપૂર્વ કૅપ્ટન રિષભ પંત ફરી પોતાની જૂની ટીમ દિલ્હી કૅપિટલ્સમાં આવી શકે છે. દિલ્હી કૅપિટલ્સનો સ્પિનર કુલદીપ યાદવ લખનઉ સુપર જાયન્ટ્સનો ભાગ બની શકે છે. એક રિપોર્ટ અનુસાર અક્ષર પટેલના સ્થાને કે.એલ. રાહુલને દિલ્હી કૅપિટલ્સનો કૅપ્ટન બનાવવામાં આવી શકે છે. 

sourav ganguly yuvraj singh delhi capitals cricket news sports news sports indian premier league