યુવરાજસિંહની આક્રમક ઇનીંગ, 22 બોલમાં 5 છગ્ગા સાથે ઝુડી કાઢ્યા 51 રન

04 August, 2019 09:06 PM IST  |  Canada

યુવરાજસિંહની આક્રમક ઇનીંગ, 22 બોલમાં 5 છગ્ગા સાથે ઝુડી કાઢ્યા 51 રન

Canada : આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નિવૃતી લીધા બાદ હાલ યુવરાજસિંહ પ્રોફેશનલ ક્રિકેટમાં સક્રિય થયો છે. તે હાલ કેનેડામાં ચાલી રહેલ જીટી20 લીગમાં રમી રહ્યો છે. જ્યા તેણે છેલ્લે રમાયેલી મેચમાં આક્રમક બેટીંગ કરતા 22 બોલમાં 5 છગ્ગાની મદદથી 51 રનની ઇનીંગ રમી હતી. આ આક્રમક ઇનીંગ રમીને યુવરાજે પોતાના ટીકાકારોના મો બંધ કરી દીધા હતા.


યુવરાજ સિંહે એક વાર ફરીથી વિસ્ફોટક બેટીંગ કરી હતી અને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જો કે તેમનું આ શાનદાર પ્રદર્શન આજે ટીમને જીતનો સ્વાદ ન ચખાડી શક્યુ અને ટીમ ગ્રુપ સ્ટેજના આ મેચમાં બ્રેમ્પટન વોલ્સથી હારનો સામનો કરવો પડ્યો હતો.


જ્યોર્જ મન્સના 66 રનની મદદથી વોલ્સે 20 ઓવરમાં 6 વિકેટ પર 222 રનનો તગડો સ્કોર જીત્યો હતો. જવાબમાં રોયલ્સે બ્રેડન મેકલમના ખુબજ ઝડપી 36 રનોની મદદથી મજબુત શરૂઆત કરી હતી.

આ પણ જુઓ : ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ દોડતો આ 'ગુજરાતી' હવે આખી ટીમને રાખશે ફિટ

યુવરાજ ચોથા નંબર પર બેટીંગ કરવા મેદાનમાં ઉતર્યો તો તેણે પહેલેથી જ ખુબજ આક્રમક અંદાજ અપનાવ્યો હતો. ડાબોડી આ ખેલાડીએ પોતાનો જુનો અંદાજ પ્રશંસકોને જાણે કે યાદ કરાવી દીધો. યુવીએ કેટલાયે શાનદાર શોટ લગાવ્યા. પોતાની ઈનિંગ્સમાં તેમણે પાંચ છક્કાઓ અને ત્રણ ચોકાઓ પણ લગાવ્યા. યુવીએ ટી 20 ટુર્નામેન્ટમાં પોતાની પહેલી અર્ધસદી ફટકારી હતી. યુવરાજે 16માં ઓવરમાં આઉટ થયો ત્યારે ટીમ 11 રનથી હાર પામી હતી.

cricket news yuvraj singh canada