યુવરાજના ઘરે કિલકારીઓ, ગાંગુલી, લક્ષ્મણ અને કૈફ સહિત આમણે આપી વધામણી

26 January, 2022 06:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ દરમિયાન ટીમ ઇન્ડિયાના પૂર્વ કૅપ્ટન અને બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ, મોહમ્મદ કૈફ અને હરભજન સિંહ સહિત રમત જગત સાથે જોડાયેલા અન્ય લોકોએ પણ વધામણી આપી છે.

યુવરાજ સિંહ (તસવીર સૌજન્ય મિડ-ડે)

ટીમ ઇન્ડિયાના પૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહ પિતા બન્યો છે. પત્ની હેઝલ કીચે દીકરાનો જન્મ આપ્યો છે. પૂર્વ ક્રિકેટરે મંગળવારે આની માહિતી આપી. યુવરાજે પોતાના ચાહકો અને ફૉલોઅર્સને આ ખુશખબરીની માહિતી સોશિયલ મીડિયા પર આપી. મંગળવારે રાતે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર યુવરાજે આની માહિતી આપી. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના પૂર્વ કૅપ્ટન અને બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ, મોહમ્મદ કૈફ અને હરભજન સિંહ સહિત રમત જગત સાથે જોડાયેલા અન્ય લોકોએ પણ વધામણી આપી છે.

યુવરાજે લખ્યું, "બધા ચાહકો, પરિવાર અને મિત્રોને એ જણાવતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે આજે ભગવાને અમને એક બાળક આશીર્વાદ તરીકે આપ્યું છે. અમે આ આશીર્વાદ માટે ઇશ્વરનો આભાર માનીએ છીએ અને ઇચ્છીએ છીએ કે અમારી પ્રાઇવસીનું સન્માન કરો. લવ, હેઝલ એન્ડ યુવરાજ." યુવરાજની જેમ હેઝલે પણ આ ખુશખબરીની માહિતી આપવા માટે પોતાના ઑફિશિયલ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આવી જ પોસ્ટ કરી છે. આ કપલે 2016માં લગ્ન કર્યા હતા.

જણાવવાનું કે યુવરાજ સિંહ ઓમાનમાં રમાતી લેજેન્ડસ લીગ ક્રિકેટના 2022 સેશનમાં ઇન્ડિયન મહારાજા ટીમનો ભાગ છે, પણ તે શરૂઆતની ત્રણ મેચમાં રમતો જોવા નથી મળ્યો. ટૂર્નામેન્ટની શરૂઆતની પહેલા એ માહિતી આપી હતી કે લેફ્ટ હેન્ડેડ આ ક્રિકેટર કેટલાક ખાનગી કારણોસર શરૂઆતની કેટલીક મેચ નહીં રમે. આ પહેલા તે ગયા વર્ષે રોડ સેફ્ટી સીરિઝમાં ઇન્ડિયા લેજેન્ડ્સ માટે રમતો જોવા મળ્યો હતો.

40 વર્ષીય યુવરાજે 2003માં જિમખાના ક્લબ ગ્રાઉન્ડમાં રમાયેલી વનડે મેચમાં કેન્યા વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યો. ઑલરાઉન્ડરે ટીમ ઇન્ડિયા માટે 40 ટેસ્ટ, 304 વનડે અને 58 ટી-20 રમ્યો. યુવરાજ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં પંજાબ કિંગ્સ (ત્યારે કિંગ્સ ઇલેવન પંજાબ), પુણે વૉરિયર્સ, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર, દિલ્હી કેપિટલ્સ, સનરાઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કર્યું. તેણે 2019માં ક્રિકેટના બધા ફૉર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી.

sports news sports cricket news yuvraj singh