વિદેશી T-20માં રમનાર પહેલો ભારતીય ક્રિકેટર બનશે યુવરાજ સિંહ

21 June, 2019 04:21 PM IST  | 

વિદેશી T-20માં રમનાર પહેલો ભારતીય ક્રિકેટર બનશે યુવરાજ સિંહ

કેનેડાની T-20 લીગમાં ટોરેન્ટો નેશનલ્સે ટુર્નામેન્ટમાં રમશે યુવરાજ

યુવરાજ સિંહે હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી આપી છે. ત્યારે હવે યુવરાજ સિંહને કેનેડાની T-20 લીગમાં ટોરેન્ટો નેશનલ્સે ટુર્નામેન્ટમાં વિદેશી પ્લયર તરીકે પસંદ કર્યો છે. આ સાથે જ વિદેશી T-20 ટુર્નામેન્ટમાં ભાગ લેનાર પહેલો ભારતીય પ્લેયર બની ગયો છે યુવરાજ સિંહ. આ લીગમાં ન્યુ ઝીલેન્ડના બ્રેડન મેકુલ્લમ અને વેસ્ટ ઈન્ડિઝના કેરોન પોલાર્ડ પણ ટોરેન્ટો નેશનલ્સની ટીમનો ભાગ હશે. આ લીગમાં કુલ 5 ટીમો ભાગ લઈ રહી છે. આ લીગ 25 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલશે. યુવરાજ સિંહે હાલમાં જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રાજીનામં્ આપ્યું હતું. અને વિદેશી T-20 ટુર્નામેન્ટમાં રમવા માટે BCCI પાસેથી પરવાનગી માગી હતી.

સહેવાગ અને ઝહિર ખાન પણ વિદેશી T-10 લીગ રમી ચુક્યા છે

મોટા ભાગે BCCI ભારતીય પ્લેયર્સને વિદેશી લીગ રમવા માટે પરવાનગી આપતો નથી અને આ જ કારણ છે યુવરાજે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ અને ઝહિર ખાન પણ આ પહેલા વિદેશી લીગ રમ્યા હતા જો કે તે T-10 હતી. ઈરફાન પઠાન પણ થોડા સમય પહેલા કેરેબિયન પ્રિમિયર લીગનો ભાગ બન્યા હતા જો કે આમ કરવા માટે ઈરફાન પઠાણે રાજીનામું પણ આપ્યું હતું નહી અને BCCI પાસેથી પરવાનગી પણ માગી હતી નહી. ભારતીય ક્રિકેટ બોર્ડે યુસુફ પઠાનને હૉન્ગકૉન્ગ લીગ રમવા માટે આપેલી NOC પરત ખેંચી હતી.

આ પણ વાંચો:મેદાનની બહાર પણ કોહલી બન્યો વિરાટ, સચિનને મુક્યો પાછળ

યુવરાજ કેન્સરની ટ્રીટમેન્ટ પછી ભારતીય ટીમ સાથે જોડાયા હતા જો કે યુવરાજનુ ફોર્મ હમેશા એક ચિંતાનો વિષય રહ્યો હતો. ફોર્મમાં ન હોવાને કારણે યુવરાજ સિંહ છેલ્લા ઘણા સમયથી વન-ડે અને T-20 સિરીઝોથી બહાર ચાલી રહ્યા હતા. iPLમાં પણ યુવરાજ સિંહનું પ્રદર્શન સારુ રહ્યું હતુ નહી. રિટાયરમેન્ટ વખતે યુવરાજે કહ્યું હતું કે, તે ભારતીય ટીમમાં વાપસી કરવા ઈચ્છતા હતા પણ તે આમ કરી શક્યા હતા નહી.

yuvraj singh sports news gujarati mid-day