યુસુફ પઠાણ બન્યો બરોડાનો મેન્ટર

14 July, 2022 05:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુસુફ પઠાણને એક વર્ષ માટે બરોડાની ટીમનો મેન્ટર બનાવ્યો છે. તે બરોડાના પુરુષ તથા મહિલા વર્ગના પ્લેયર્સને માર્ગદર્શન આપશે. ખાસ કરીને તે નવી ડોમેસ્ટિક સીઝન માટેના કૅમ્પમાં હાજરી આપશે.

યુસુફ પઠાણ

બરોડા ક્રિકેટ અસોસિએશને ઑલરાઉન્ડર યુસુફ પઠાણને એક વર્ષ માટે બરોડાની ટીમનો મેન્ટર બનાવ્યો છે. તે બરોડાના પુરુષ તથા મહિલા વર્ગના પ્લેયર્સને માર્ગદર્શન આપશે. ખાસ કરીને તે નવી ડોમેસ્ટિક સીઝન માટેના કૅમ્પમાં હાજરી આપશે.

યુસુફ પઠાણ ૨૦૦૮ની આઇપીએલ (રાજસ્થાન રૉયલ્સના ચૅમ્પિયનપદથી)થી વધુ લોકપ્રિય થયો હતો. તે ૨૦૦૭ની ટી૨૦ વર્લ્ડ ચૅમ્પિયન ભારતીય ટીમમાં હતો. તેણે ૨૦૦૭થી ૨૦૧૨ દરમ્યાન ટી૨૦ તથા વન-ડે મૅચોમાં કુલ ૧૦૦૦થી વધુ રન બનાવ્યા હતા અને કુલ ૪૬ વિકેટ લીધી હતી.

રાયુડુ પાછો બરોડાની ટીમમાં : હૂડાને પાછો આવવા મનાવાશે

બરોડાની રણજી ટીમે સાડાચાર વર્ષથી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટથી દૂર રહેલા બૅટર અંબાતી રાયુડુને ફરી સાઇન કર્યો છે. આંધ્ર પ્રદેશ ક્રિકેટ અસોસિએશને તેને નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એન.ઓ.સી) આપ્યું એ સાથે બરોડાની ટીમમાં કમબૅક કરવા માટેનો રાયુડુનો માર્ગ મોકળો થઈ ગયો છે. હૈદરાબાદ ક્રિકેટમાં ખૂબ રાજકારણ રમાતું હોવાથી તેણે ૨૦૧૯માં રણજી ટ્રોફીમાં રમવાનું ટાળ્યું હતું.
૨૦૨૦માં એ સમયના કૅપ્ટન કૃણાલ પંડ્યા સાથેના ઝઘડાને પગલે બરોડાની ટીમ છોડી જનાર ઑલરાઉન્ડર અને અત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બહુ સારા ફૉર્મમાં રમી રહેલા દીપક હૂડાને બરોડાની ટીમમાં પાછા આવવા સમજાવવામાં આવી રહ્યો છે. હૂડા તાજેતરની આઇપીએલમાં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમમાં કૃણાલ પંડ્યા સાથે (બધી ગૂંચવણો દૂર કરીને) રમ્યો હતો.

yusuf pathan cricket news sports news sports