ફાધર્સ ડેના અવસરે યશસ્વી જાયસવાલે પપ્પાને મર્સિડીઝ ગિફ્ટ કરી

23 June, 2026 10:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કારની કિંમત ભારતમાં ૫૧.૮૦ લાખ રૂપિયાથી લઈને ૩.૭૪ કરોડ રૂપિયા સુધી હોય છે

પપ્પાને મર્સિડીઝ ગિફ્ટ કરી યશસ્વી જાયસવાલે

ભારતના યંગ ઓપનર યશસ્વી જાયસવાલે હાલમાં ફાધર્સ ડેના અવસરે પોતાના પપ્પાને મર્સિડીઝ કાર ગિફ્ટ કરી હતી. શોરૂમમાં નવી ખરીદેલી મર્સિડીઝ-બેન્ઝ કાર અને મમ્મી-પપ્પા સાથેનો યશસ્વી જાયસવાલનો ફોટો સોશ્યલ મીડિયા પર છવાઈ ગયો છે. આ કારની કિંમત ભારતમાં ૫૧.૮૦ લાખ રૂપિયાથી લઈને ૩.૭૪ કરોડ રૂપિયા સુધી હોય છે. 

મુંબઈ ઇન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાનું સ્થાન લેશે યશસ્વી?

IPL 2027 પહેલાં વધુ એક સંભવિત ટ્રેડ-ડીલના અહેવાલો મળી રહ્યા છે. રાજસ્થાન રૉયલ્સ સાથે યશસ્વી જાયસવાલની છેલ્લી સીઝન સંઘર્ષમય રહી છે. મુંબઈ ઇન્ડિયન્સ છોડવાનું નક્કી કરી ચૂકેલો હાર્દિક પંડ્યા રાજસ્થાન રૉયલ્સમાં જોડાઈ શકે છે. ટ્રેડ-ડીલ અનુસાર મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતો યશસ્વી જાયસવાલ રાજસ્થાનની ટીમ છોડીને મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ બની શકે છે.

yashasvi jaiswal mercedes benz fathers day cricket news sports sports news indian premier league ipl 2027 mumbai indians