04 February, 2026 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ (RCB) માટે વર્તમાન વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) શાનદાર રહી છે. દિલ્હી કૅપિટલ્સે પહેલી ત્રણેય સીઝનમાં ટેબલ-ટૉપર રહીને ફાઇનલમાં એન્ટ્રી મારી હતી એ સિલસિલો આ વખતે બૅન્ગલોરે તોડ્યો હતો. ૨૯ જાન્યુઆરીએ પોતાની અંતિમ લીગ સ્ટેજ-મૅચ રમ્યા બાદ વર્તમાન સીઝનની પહેલી ફાઇનલિસ્ટ ટીમ બૅન્ગલોર-ગોવા ટ્રિપ પર ઊપડી હતી.
WPL 2026ની ફાઇનલ મૅચ પહેલાં સ્મૃતિ માન્ધનાની ગર્લ-ગૅન્ગે આખી સીઝનનો થાક ગોવામાં ઉતાર્યો હતો. ઇંગ્લૅન્ડની પેસ બોલર લૉરેન બેલ અને ભારતીય સ્પિનર શ્રેયન્કા પાટીલે આ ટ્રિપના યાદગાર ફોટો શૅર કર્યા હતા. ફાઇનલ મૅચમાં પોતાની હરીફને પછાડવા માટે હવે કૅપ્ટન સ્મૃતિ માન્ધના સહિતના પ્લેયર્સ બરોડા પરત ફરશે.