વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપને ઑલિમ્પિકની જેમ ઍડ્જસ્ટ કરી શકાય: સચિન

05 May, 2020 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપને ઑલિમ્પિકની જેમ ઍડ્જસ્ટ કરી શકાય: સચિન

સચિન તેન્ડુલકરનું કહેવું છે કે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપને પણ ઑલિમ્પિકની જેમ ઑર્ગેનાઇઝ કરી શકાય છે. કોરોના વાઇરસને કારણે તમામ ક્રિકેટની ઇવેન્ટ કૅન્સલ કરવામાં આવી છે. આઇપીએલથી લઈને ટેસ્ટ ચૅમ્પિયનશિપ પણ હાલમાં બંધ છે. આ કારણસર વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ જૂન ૨૦૨૧માં લૉર્ડ્સમાં રમાશે કે નહીં એ ચર્ચાનો વિષય છે. આ વિશે વધુ જણાવતાં સચિને કહ્યું કે ‘આપણે એનો પણ ઉકેલ લાવી શકીએ છીએ. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની વાત હોય ત્યાં સુધી આપણે ઑલિમ્પિક પરથી પ્રેરણા લઈ શકીએ છીએ. ઑલિમ્પિકને ૨૦૨૧માં પોસ્ટપોન કરવામાં આવી છે, પરંતુ હજી પણ એને ઑલિમ્પિક ૨૦૨૦ કહેવામાં આવી રહી છે. આ રીતે આપણે પણ બાકીની ટેસ્ટ મૅચ માટે સમય કાઢી શકીએ છીએ અને એને વધુ સારી રીતે કેવી રીતે બનાવી શકાય એના પર ફોકસ કરી શકીએ છીએ. કોઈ પણ વસ્તુ નવી શરૂ કરવી ખૂબ મોટી વાત છે. જોકે એક વાર એ શરૂ થઈ ગઈ તો એનો અંત સારી રીતે અને યોગ્ય રીતે આવે એ ખૂબ જરૂરી છે. આપણે જોઈએ તો એક પણ ટૂર કૅન્સલ કરવામાં નથી આવી, પોસ્ટપોન કરવામાં આવી છે અને એ જ રીતે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપને પણ પોસ્ટપોન કરી શકાય છે.’

sports sports news cricket news test cricket sachin tendulkar