ન્યુ ઝીલૅન્ડ સામે નેધરલૅન્ડ્‍સની આજે આકરી કસોટી

09 October, 2023 08:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ કપની શરૂઆતમાં જ એક-એક મૅચ રમી ચૂકેલા ન્યુ ઝીલૅન્ડ અને નેધરલૅન્ડ‍્સ આજે સામસામે આવી રહ્યા છે.

ન્યુ ઝીલૅન્ડ સામે નેધરલૅન્ડ્‍સની આજે આકરી કસોટી

વર્લ્ડ કપની શરૂઆતમાં જ એક-એક મૅચ રમી ચૂકેલા ન્યુ ઝીલૅન્ડ અને નેધરલૅન્ડ‍્સ આજે સામસામે આવી રહ્યા છે. કિવીઓએ પહેલી જ મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડને કૉન્વે (૧૫૨ અણનમ) અને રાચિન રવીન્દ્ર (૧૨૩ અણનમ)ની ૨૭૩ રનની અતૂટ ભાગીદારીની મદદથી ૯ વિકેટના માર્જિનથી હરાવ્યું હતું. મુખ્ય કૅપ્ટન કેન વિલિયમસન હજી ફિટ ન હોવાથી આજે પણ કદાચ નહીં રમે અને ટૉમ લેથમ સુકાન સંભાળશે. બીજી તરફ, ડચ ટીમ (નેધરલૅન્ડ‍્સ) ત્રણ દિવસ પહેલાં પાકિસ્તાન સામે હારતાં પહેલાં એને ઑલઆઉટ કરવામાં સફળ રહ્યું હોવાથી બે પૉઇન્ટ લઈ ચૂકેલા ન્યુ ઝીલૅન્ડના બૅટર્સ આજે બાસ ડી લીડે, લૉગેન વૅન બીક, આર્યન દત્ત, રૉલોફ વૅન ડર મર્વ સહિતના બોલર્સથી ખાસ ચેતશે.
જોકે નેધરલૅન્ડ‍્સના બૅટર્સ ટ્રેન્ટ બૉલ્ટ, મૅટ હેન્રી, મિચલ સૅન્ટનર, રાચિન રવીન્દ્ર વગેરેથી નહીં સંભાળે તો બહુ ઓછા સ્કોરમાં ઑલઆઉટ થઈ શકે.

world cup sports news cricket news new zealand netherlands