World Cup 2019: જાણો, ટીમ ઇન્ડિયાની પસંદગી પર આર.જે. હર્ષિલે શું કહ્યું

20 April, 2019 05:08 PM IST  |  અમદાવાદ

World Cup 2019: જાણો, ટીમ ઇન્ડિયાની પસંદગી પર આર.જે. હર્ષિલે શું કહ્યું

ફાઈલ ફોટો

ઇંગ્લેન્ડમાં યોજાનાર Cricket World Cup 2019 ને પગલે 15 એપ્રિલના રોજ ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ટીમ જાહેર થયા બાદ ઘણા લોકોએ ટીમની ઝાટકણી કાઢી હતી તો ઘણા લોકોએ પસંદ કરાયેલી ટીમને આવકારી હતી. માત્ર 9 મેચ રમેલા વિજય શંકરની વર્લ્ડ કપ માટે પંસદગી પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે gujaratimidday.com વિકાસ કલાલ સાથે વાત કરતા અમદાવાદ રેડીયો સીટીના જાણીતા આર.જે. હર્ષિલએ શું કહ્યું ટીમની પસંદગી વિશે તેના પર એક નજર નાખીએ.

પ્રશ્ન : રિષભ પંતની સામે દિનેશ કાર્તિકની પસંદગી ?

જવાબ : રિષભ પંત હજુ યુવા પ્લેયર છે અને તેને એક્સપિરિયન્સ માત્ર T-20 મેચ રમવાનો છે. એક T-20 પ્લેયર તરીકે રિષભ પરફેક્ટ છે પણ 50 ઓવરમાં તે હજુ ઉતાવળ કરી લે છે જે વર્લ્ડ કપ માટે સારુ નથી. દિનેશ કાર્તિક છેલ્લા ઘણા સમયથી વન-ડેમાં તેને અનુભવ છે અને ઈંગ્લેન્ડ સામે પણ રમી ચુક્યો છે.

પ્રશ્ન : ચોથા સ્થાન માટે અંબાતી રાયડૂની જગ્યાએ વિજય શંકર કે બીજુ કોઈ?

જવાબ : વિજય શંકર એક ઓલ રાઉન્ડર તરીકે પરફેક્ટ છે અને ચોથા નંબર માટે ધોની કરતા કોઈ બેસ્ટ ઓપ્શન નથી તે ટીમને ગમે તે પોઝીશનમાં ટેકો આપી શકે છે અને સાથે સાથે તેના સાથી પ્લેયર્સને યોગ્ય માર્ગદર્શન આપીને તેમને લાંબી ઈનિંગ રમવા પ્રેરિત કરે છે. આપણે ઘણીવાર જોયુ છે કે એક છેડેથી ધોની સતત વાત કરીને સાથી પ્લેયરને સપોર્ટ કરે છે. કેદાર જાદવ, હાર્દિક પંડ્યા ઘણા પ્લેયર્સ સાથે મળીને ટીમને જીત અપાવી છે.

પ્રશ્ન : ઈંગ્લેન્ડની પીચો પર માત્ર 3 બોલર જ ક્યાક કમી નથી લાગતી?

જવાબ : આ વખતે પહેલીવાર છે કે ભારતીય ટીમ બેટિંગ કરતા વધુ બોલિંગ સપોર્ટ સાથે વર્લ્ડ કપ રમી રહી છે. ભુવનેશ્વર કુમાર, શામી અને બુમરાહ છેલ્લા 1 વર્ષથી સતત સારુ પરફોર્મન્સ આપી રહ્યા છે. તેમને હાર્દિક પંડ્યા, વિજય શંકર પણ મિડ્યમ પેસ સાથે તેમને સપોર્ટ કરશે. છેલ્લા કેટલાક સમયથી જોશો તો ઈંગ્લેન્ડની પીચ પર 300થી વધારે સ્કોર થઈ રહ્યા છે ત્યારે 3 ફાસ્ટ બોલર સાથે સ્પિનર્સનો રોલ રહેશે જેમને હાર્દિક અને વિજયનો સાથ મળશે.

 

આ પણ વાંચો: World cup 2019: વિરાટની સેના જાહેર, વિજય-કાર્તિકની એન્ટ્રી

 

પ્રશ્ન : ભારતની આ ટીમને કેટલા પોઈન્ટ આપશો ?

જવાબ : આમ તો અમુક ચહેરા ફિક્સ જ હતા પણ મારા પ્રમાણે આ પરફેક્ટ ઓલરાઉન્ડરની ટીમ છે. બેટિંગ સાથે સાથે બોલિંગનું કોમ્બિનેશન પરફેક્ટ છે. ઘણી ટીમો એવી છે જે નવા પ્લેયર્સ સાથે વર્લ્ડ કપમાં આવી રહી છે. જ્યારે ભારત પાસે અનુભવી પ્લેયર્સ પણ છે અને યુવા જોશ પણ છે. મારા મતે આ સિલેક્ટેડ ટીમને 5 માંથી 4.5 સ્ટાર

world cup virat kohli