World Cup 2019 : ટીમ ઇન્ડિયાને રાહુલ ડ્રવિડે ગણાવી સારી અને સંતુલિત

24 April, 2019 07:43 PM IST  | 

World Cup 2019 : ટીમ ઇન્ડિયાને રાહુલ ડ્રવિડે ગણાવી સારી અને સંતુલિત

રાહુલ દ્રવિડ (ફાઇલ ફોટો)

ક્રિકેટ વર્લ્ડ કપ 2019 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે મોટા ભાગની મહત્વની ટીમોએ પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી લીધી છે. ત્યારે ભારતની ટીમને લઇને ધ વોલ તરીકે જાણીતા રાહુલ ડ્રેવિડ માને છે કે ભારતીય ટીમે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું સારુ પ્રદર્શન કર્યું છે. સાથે જ તેણે કહ્યું કે વર્લ્ડ કપ સ્ક્વૉડ પર ઑસ્ટ્રેલિયા સામે સીરીઝ હારવાની અસર નહીં થાય.

વર્લ્ડ કપ માટે ભારતમી ટીમ સંતુલિત છે : દ્રવિડ

એક અંગ્રેજી સમાચારે દ્રવિડને ટાંકીને લખ્યું, "હકીકતે ભારતે છેલ્લા 30 મહિનાથી ખૂબ સારૂ ક્રિકેટ રમ્યું છે. ઑસ્ટ્રેલિયા સામે જે રીતે હાર મળી છે તેનું કારણ સીરીઝમાં રહેલી વ્યસ્તતા હોઇ શકે છે." તેણે કહ્યું કે, "અમારી પાસે વર્લ્ડ કપ માટે એક સંતુલિત ટીમ છે અને જો ભારત વર્લ્ડ કપ જીતે છે તો અમે અ વાતની ચિંતા નહીં કરીએ કે 2-3 થી કે 3-2 થી કોણ જીત્યું. આઇસીસી રેન્કિંગ પુરવાર કરી દેશે કે ભારત ત્યાં છે. નંબર વન બનવા માટે વર્લ્ડ કપ જીતવું પડે."

જેમની પસંદગી થઇ છે તેમને સપોર્ટ કરો : દ્રવિડ

વર્લ્ડ કપમાં ઋષભ પંત અને અંબાતી રાયડુને ભારતીય ટીમમાં સામેલ ન કરવા પર પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે રાહુલે કહ્યું કે, ભારત પાસે આ વર્લ્ડ કપ માટે એક સારી અને સંતુલિત ટીમ છે ઘણા બધાં સંયોજન, ઘણાં વિકલ્પો છે. આ ટૂર્નામેન્ટમાં તેમના પ્રદર્શનનો પ્રશ્ન છે. તમે હંમેશા એક કે બે નામ પર દલીલ કરી શકો છો. જે નામની પસંદગી થઇ છે તેમને સપોર્ટ કરીને તેમના સારા પ્રદર્શનની આશા રાખી શકાય.

આ પણ વાંચો : હેપ્પી બર્થ ડે સચિનઃ જુઓ માસ્ટર બ્લાસ્ટરના રૅર અને કેન્ડિડ ફોટોસ

તેણે કહ્યું, "આ વર્લ્ડ કપમાં મોટા ભાગની મેચ વધારે સ્કોરિંગવાળી રહી શકે છે અને ભારત તેની માટે તૈયાર છે. ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓ ખરેખર બદલાઇ ગઇ છે, ખાસ તો વનડે ક્રિકેટમાં. ગયા વર્ષે અમે એ સીરીઝ માટે ત્યાં હતા અને ત્યાં હાઇ સ્કોરિંગ મેચ થઇ હતી.

rahul dravid sports sports news cricket news