World cup 2019: પાકિસ્તાનની ટીમ જાહેર, મો. આમિરની બાદબાકી

18 April, 2019 07:08 PM IST  | 

World cup 2019: પાકિસ્તાનની ટીમ જાહેર, મો. આમિરની બાદબાકી

(ફોટો: ક્રિકેટ વર્લ્ડ કપ ટ્વિટર)

ICC WORLD CUP માટે ઈંગ્લેન્ડમાં થનારા વર્લ્ડ કપ માટે એક પછી એક ટીમ જાહેર કરવામાં આવી રહી છે આજે શ્રીલંકા, સાઉથ આફ્રિકા પછી પાકિસ્તાને ટીમ જાહેર કરી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા 15 સદસ્યોની ટીમનું એલાન કર્યું છે. વિશ્વકપમાં ટીમની કેપ્ટનશિપ સરફરાઝ અહમદના હાથમાં રહેશે. વર્લ્ડ કપની ટીમમાં ફાસ્ટ બોલર મોહમ્મદ આમીરને સામેલ કરવામાં આવ્યા નથી. વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન ઈંગ્લેન્ડમાં વન-ડે સિરીઝ રમશે જેમાં મોહમ્મદ આમીરને સામેલ કરવામાં આવ્યો છે.

ટીમમાં નવા ચહેરાઓનો સમાવેશ

મહત્વનું એ છે કે 2015માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલા વર્લ્ડ કપ કરતા આ વર્ષે જાહેર કરાયેલી ટીમ મોટા ભાગની નવી છે. જો કે સરફરાઝ ખાન, સોએબ મલિકની હાજરી ટીમને અનુભવ પુરુ પાડશે. પાકિસ્તાન દ્વારા ઈંજમામ ઉલ હકની આગેવાનીમાં 2019 વર્લ્ડ કપની ટીમ જાહેર કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો: World Cup 2019: શ્રીલંકાની ટીમ જાહેર કરી, અનુભવી પ્લેયર્સની કમી

 

આ છે પાકિસ્તાન 2019ની ટીમ :

સરફરાઝ ખાન, આદિબ અલી, બાબર આઝમ, ફહીમ અશરાફ, ફખર ઝમાન, હારિશ સોહેલ, હસન અલી, ઈમાદ વસીમ, ઈમામ-ઉલ-હક, ઝુનૈદ ખાન, મોહમ્મદ હાફિઝ, મોહમ્મગ હસ્નેન, શાબાદ ખાન, શાહિન શાહ આફ્રિદી, શોએબ મલિક. 

cricket news