Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > World Cup 2019: શ્રીલંકાની ટીમ જાહેર કરી, અનુભવી પ્લેયર્સની કમી

World Cup 2019: શ્રીલંકાની ટીમ જાહેર કરી, અનુભવી પ્લેયર્સની કમી

18 April, 2019 04:20 PM IST |

World Cup 2019: શ્રીલંકાની ટીમ જાહેર કરી, અનુભવી પ્લેયર્સની કમી

(ફોટો: ICC ટ્વિટર)

(ફોટો: ICC ટ્વિટર)


ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપ માટે એક પછી એક ટીમો જાહેર કરવામાં આવી રહી છે. વર્લ્ડ કપ 2019 ઈંગ્લેન્ડમાં 30 મેથી શરુ થવાની તૈયારીમાં છે. ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ પછી હવે શ્રીલંકાએ વર્લ્ડકપ માટે ટીમ જાહેર કરી છે. આ વર્ષે શ્રીલંકાની ટીમમાં અનુભવની કમી જોવા મળશે. શ્રીલંકાની ટીમ હાલમાં જ ઈંગ્લેન્ડ પ્રવાસે જઈને આવી છે જે તેમની માટે મદદરુપ રહેશે.

શ્રીલંકાની ટીમમાં અનુભવી પ્લેયર તરીકે થિરિમાને, લથિસ મલીંગા, થિસારા પરેરા સૌથી અનુભવી પ્લેયર તરીકે ટીમમાં જોવા મળશે. આ સિવાય લગભગ ટીમ પહેલી વાર વર્લ્ડ કપમાં જોવા મળશે. શ્રી લંકાની નવી છેલ્લા ઘણા સમયથી ફોર્મમાં પરત ફરવા પ્રયાસ કરી રહી છે. શ્રીલંકા માટે રાહતની વાત એ રહેશે કે આ ટીમ હાલમાં જ ઈંગ્લેન્ડનો પ્રવાસ કરી ચૂકી છે જેના કારણે તે માહોલથી વાકેફ રહેશે.



 


આ પણ વાંચો: વર્લ્ડ કપ જોવા માટે અંબાતી રાયડુએ 3D ગ્લાસના ઓર્ડર કર્યા

 


કઈક આ રીતે રહેશે શ્રીલંકાની ટીમ

ડી. કરુનારત્ને, અવિશ્કા ફર્નાન્ડો, એલ. થિરિમાને, કે. પરેરા, કે. મેન્ડિસ, એ. મેથ્યુઝ, ડી. ડીસિલ્વા, જે.વન્ડરસે, થિશારા પરેરા, ઉડાના, મલિંગા, એસ. લકમલ, પ્રદિપ, જે. મેન્ડિસ. સિરિવર્દને

Whatsapp-channel Whatsapp-channel

18 April, 2019 04:20 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK