World cup 2019: ઈરફાન પઠાણે જાહેર કરી પોતાની પ્લેઈંગ 15

15 April, 2019 01:11 PM IST  | 

World cup 2019: ઈરફાન પઠાણે જાહેર કરી પોતાની પ્લેઈંગ 15

ક્રિકેટનો મહાકુંભ વર્લ્ડ કપ 2019ની ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂઆત થઇ રહી છે. જેને પગલે એક પછી એક ક્રિકેટ બોર્ડે પોતાની ટીમોની જાહેર કરવાની શરૂઆત કરી લીધી છે. ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડ પણ આજે સોમવારે 15 એપ્રિલના રોજ ભારતીય ટીમ જાહેર કરશે. જેને પગલે સહેવાગ બાદ ઈરફાન પઠાણે તેની પ્લેઈગ 15 ટ્વીટ કરીને જાહેર કરી હતી. વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને 15 એપ્રિલે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી રહી છે જો કે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પહેલા જ સાફ કરી દીધુ છે કે ટીમની પસંદગી પહેલા જ કરવામાં આવી છે. વિરાટ કોહલના સ્ટેટમેન્ટ છતા પણ ટીમમાં ઘણા પ્લેયર્સ પર સવાલ છે

ઈરફાન પઠાણે પણ વર્લ્ડ કપની પોતાની ટીમ જાહેર કરી છે ઉલ્લેખનીય છે કે વિરેન્દ્ર સહેવાગે પણ ગઈ કાલે રવિવારે ટ્વીટ કરીને પોતાની પ્લેઈંગ 15 જાહેર કરી હતી. વિરાટ કોહલી પછી ઈરફાન પઠાણે પણ ટ્વીટ કરીને પોતાની ટીમ જાહેર કરી છે. ટીમ ઈન્ડિયામાં ચોથા સ્થાનને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે ઈરફાન પઠાણે ચોથા નંબર માટે રાયડૂની પસંદગી કરી છે જ્યારે આ સ્ક્વોડમાં રિષભ પંતને સ્થાન મળ્યું નથી.

ઈરફાન પઠાણે તેની પ્લેઈંગ 15માં 7 બેટ્સમેન, 3 ઓલ-રાઉન્ડર અને 5 ફૂલટાઈમ બોલરને સ્થાન આપવામાં આવ્યું છે. ચાલો જોઈએ કેવી છે ઈરફાન પઠાણની ટીમ.

ઈરફાનની પ્લેઈંગ 15

વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડૂ, લોકેશ રાહુલ, મુરલી વિજય, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાદવ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર.

 

આ પણ વાંચો: WORLD CUP 2019: આજે જાહેર થશે ટીમ, સિલેક્ટર્સ પર નજર

 

સહેવાગની વર્લ્ડ કપ 2019

વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, ધોની, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શામી, કેદાર જાદવ, લોકેશ રાહુલ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, વિજય શંકર

irfan pathan