World cup 2019: ભારત-પાક વચ્ચે રમાનારી મેચ વિશે જનતાનો મૂડ

26 February, 2019 06:54 PM IST  | 

World cup 2019: ભારત-પાક વચ્ચે રમાનારી મેચ વિશે જનતાનો મૂડ

દૈનિક જાગરણ દ્વારા ટ્વિટર પર પોલ

પુલવામાં આતંકી હુમલાનો જવાબ ભારતીય વાયુસેનાએ આજે આપ્યો છે. પુલવામાં આતંકી હુમલા બાદ વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ માટે લોકોના અલગ અલગ મંતવ્યો આવી રહ્યા છે. આ વર્ષે રમાનારા વર્લ્ડ કપમાં પાકિસ્તાનને બેન કરવાની સૂર પણ ઉઠ્યા હતાં. દૈનિક જાગરણ દ્વારા ટ્વિટર પર કરાયેલા એક પોલમાં જવાબ જોઈને જનતાનો મૂડ જોઈ શકાય છે

શું છે ફેન્સનો મૂડ?

ભારતીય ક્રિકેટ દિગ્ગજો દ્વારા મેચ રમવાને લઈને અલગ અલગ વાતો સામે આવી હતી. જાગરણ દ્વારા કરાયેલા પોલમાં પૂછવામાં આવ્યું હતું કે, 'પુલવામાં હુમલા પછી દેશ ગુસ્સામાં છે અને માગ ઉઠી રહી છે કે, ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં પાકિસ્તાન સાથે રમવુ જોઈએ નહી તમે આ વિશે શું વિચારો છો?'

શું આવ્યુ પોલનું પરિણામ?

પોલમાં સામેલ થયેલા ક્રિકેટ પ્રેમીઓએ પોલમાં તેમની જવાબ આપ્યા હતા જેમા સૌથી વધુ વોટ પાકિસ્તાનને બેન કરવા માટે આપવામાં આવ્યા હતા. કુલ પોલના 47 ટકા વોટ પાકિસ્તાનને બેન કરવા માટે અપાયા હતા. જ્યારે 30 ટકા લોકોનું માનવું છે કે ભારતે પાકિસ્તાન સાથે ન રમવુ જોઈએ. માત્ર 17 ટકા લોકોનું માનવુ છે કે ભારતે પાકિસ્તાન સાથે વર્લ્ડ કપમાં મેચ રમવી જોઈએ

 

આ પણ વાંચો: ક્રિકેટરોએ કર્યુુ વાયુસેનાના પરાક્રમને સલામ

 

ઉલ્લેખનીય છે કે, પુલવામાં હુમલામાં 40 જેટલા ભારતીય જવાનો શહીદ થયા હતા જેના જવાબમાં BCCIએ પણ ICCને પત્ર લખીને પાકિસ્તાનને વર્લ્ડ કપમાં બેન કરવા જણાવ્યું હતુ.

cricket news